Tuesday, October 7, 2014

શું સમજે છે તું?

તું આમ અચાનક આવે અને તારી મનમાની કરી જાય.
બહુ ગર્વ હશે તને તારી શક્તિ પર !
તારા માટે તો આ વ્યવસાવ,
હર સુક્ષ્મ ક્ષણની સુક્ષ્મ ક્ષણ.
તીવ્ર ધારી કાળચક્ર તો તારા માટે એક સામાન્ય ઓજાર.
એનાથી ભલભલા કંપી જાય.
ને તારામાં અનુકંપાનો ઔંશ નહીં.
કોઈ માસુમ બાળકને ચીલ ઝડપે કદીક મા ના ખોળામાંથી ઝડપી લે,
તો કોઈ કોડભરી કન્યાના ઓરતાનું ગળું રૂંધી દે.
કોઈનાં એકમાત્ર આશરા પિતાને તારા શરણમાં ઢાળી દે,
તો મિત્રતાના રળિયામણા ઉપવનને ઉજાડી એમાં એકલતા ના બીજ રોપી અશ્રુ એ સીંચે.
તું આટલું શક્તિશાળી પણ તારી દ્રષ્ટી જરૂર નબળી હશે.
તારી શ્રવણ શક્તિમાં પણ ખોડ.
તું ક્યાં જુએ છે ભાગી પડેલાં હૈયાં કે વેરવિખેર થઇ ગયેલાં જીવન !
તને ક્યારે સંભળાય છે આભ ફાડતાં આક્રંદ કે ઈશ્વરને કરાતી કાકલુદીઓ !

હું તો મારું કર્તવ્ય બજાવી મારી ફરજ નીભાવું છું
એવો વાહિયાત બચાવ હર એક વખત કરે એ મને
મંજૂર નથી. આ આત્મા પરમાત્માના બકવાસથી મારી બુદ્ધિનું
અપમાન થાય એ પણ મને સ્વીકાર્ય નથી.
શું સમજે છે તું?
ના, એનો સમય હજૂ થયો ન હતો.

No comments:

Post a Comment