Friday, December 20, 2013

Grandson

"You need two boxes, right?"
A nerdy looking boy, 10 to 12 years of age asked me through his round glasses.
I was in a security checking line untying my shoe laces at the Detroit North Terminal.
He was in front of me and he just had finished helping his mom.

He took out two boxes.
"One for your shoes and jacket and one for your computer."

As I was placing shoes and lap top in the boxes, he picked up my carry on bag and placed it on the roller.
" Oh my, you are such a wonderful young man. Thank you very much."
My belongings were on their way through the x-Ray machine.

I moved towards the scanner as the security officer motioned me to walk in to it.

I had forgotten to take my belt off. So, the officer had to frisk me when I got out of the scanner. When he was doing it, this young man picked my boxes and the carry on off the rollers and carefully place by the chair where I can put my shoes and jacket on.

I was impressed and touched by his gesture and genuine care. I could not resist thanking his mom for his kind action. I asked her his name.

"Ryan, thank you. I will always remember you. Your mom must be very proud of you."

" Uaa.. Uaa.. My Grand Pa. He told me to help people like him, because they hurt them selves bending or lifting bags at the air ports"

Why do we make sports heroes our roll models when we have Grand Pas at home?

ફેસબુક

મારા બા બાપુજી કહેતા

" બેટા, મહિનામાં ખબર અંતરનો એકાદ કાગળ લખતો હોય તો કેટલું સારું લાગે. ઘણીવાર ફીકર થાય છે."
"ખોટી ફીકર નહીં કરવાની. સમય મળે ત્યારે એવું હોય તો બે શબ્દ લખું જ છું ને?"

એ સમય પણ ગયો અને બા બાપુજી પણ ગયા

હવે તો ફેસબુક નો સમય આવ્યો

જેમને કદી જોયા નથી એવા અજાણ મિત્રોનાય ખબર અંતર નિત્ય પુછાય છે. થોડી ગપસપ પણ થઇ જાય છે.

સાલો, સમય ઓછો પડે છે. સુતાંય અડધી રાત થઇ જાય છે.
-ભરત શાહ

બાકી છે?

"હવે કોઈ આવવાનું બાકી છે?"
" ના, અમેરિકાથી કોઈ આવે એવું લાગતું નથી"
" શું કહ્યું ફોનમાં?"
" ભાનમાં ન હોય ને બોલતા કરતા ન હોય તો દોડાદોડી કરવાનો અર્થ શું એવું બોલ્યા."
" તો પછી નળીઓ કઢાવી કાઢો ને."
"એમનું પોતાનું કોઈ એમ કહેનાર રૂબરૂ હોવું જોઈએને?"
"સ્કાઇપ કરી દો ને, નાતના બે મોભીઓ ને બોલાવી."
"દાકતર ને ય હાજર રાખવાના. દાન પુન, દવાદારુ ને નાતમાં લ્હાણ નોય ખુલાસો થઇ જાય."
" એજ બરાબર છે. આડોશ પાડોશ વાળાય કેટલું કરે?"

માનું સિંદુર

વૃક્ષોથી ઉભરતા આ બગીચામાં
જેટલીય પગદંડી ઉપર હું ચાલતો
એ બધીય પાનખરના રાતાં રાતાં
પર્ણોથી પુરાઈ ગઈ છે
ધરતીની પાંથી જાણે સિંદુરે
સજાઈ ગઈ છે.
મરતાં મરતાં આ પાંદડાઓની
જેમ માને સજાવી તો નહીં શકું
બીજું કંઈ નહીં તો સાચવીને
પગદંડી ની કોરેથી
આઘો ચાલી માનું સિંદુર તો
ન ખરડું

રીવાજ

"મણીબાઈ આવ્યા છે. મુંડન કરવા."
પાલીની દીકરી કહી ગઈ.

"ખબર નહીં, ચૂડીઓ તોડવા તૈયાર થયા કે નહીં.
મુંડન માટે એમને કોણ કહેવા જશે?"

"રીવાજ છે. કો'કે તો કહેવું જ પડશે ને?
ગોરાણી જાય ત્યારે."

"મારું કામ નહીં. ચૂડીઓ માટે વિવેકથી મારી એમણે
વાત સાંભળી. હવે બીજા કોઈ ઘૈડીયા ને ક્હો."

"કોણ બેઠું છે એમની પાસે?"

"કોઈ નહીં. જીવણભાઈની છબી આગળ દીવો કરી બેઠા છે.
છુટા વાળ છે. કપાળે સુરજ જેવડો લાલ ચાંલો છે."

"વિલાપ?"

"જરાયે નહીં. બંધ આંખે જાણે ધ્યાન ધરતા હોય.
જીવણલાલ ને ય રડાકૂટ પસંદ નો'તી. "

"બૈરાંમાં તો બેસવું પડશે ને?"

"મનીયાને કહીએ ત્યારે.એનું કહ્યું બધું કરે છે "

"બાપ વગરનો, દાધાબળ્યો. એ શું સમજે
ધરમ,સમાજ ને રીવાજ ?"

" પોપટની જેમ ભણાવી ને મોકલો."

"મનીયા, કહ્યું એમ બાને કહીશને?"

"બા બોડી થશે ને ચાંલો નૈ કરે તો દાદા પાછા આવશે?"

" હા, આવશે."

"તો પપ્પા કેમ નથી આવતા? મમ્મી ચાંલા ને વાળમાં
બા જેવી સરસ ના લાગે?"

"પણ મનીયા, રીવાજ તો પાળવા જ પડે."

" બા મમ્મીને રોજ ક્હે છે કે એ ગાંડી તે ગાંડા રીવાજ પાળે છે."

અધૂરા અભરખા

અતીતને અંધકારમાં સુવાની આદત નથી
યાદોના પડછાયાને આભાની જરૂરત નથી

અફસોસ અધૂરા અભરખાનો યથાવત નથી
છે આજ, માણી લો બીજા કૈંની વિશાત નથી
ભરત શાહ

भगवान

कभी नहीं सोचा था के भगवान भी एक दीन फेसबुकके "लाइक" के मोहताज़ हो जायेंगे।

क्या जरुरत है पढ़े लिखे इन्सानोंको भगवानका इस तरह इस्तेहार करनेकी?

गर हम मानते है के कुदरत के इस करिशमे का निर्माण करेनेवाला दैवत्व भगवान है तो
भरोसा रखे, आज नहीं तो कल उसको सब "लाइक" करेंगे। उसकी तस्वीरोंको "लाइक''
करनेसे गर हमारा भला य शुभ होता है तो फेसबुकके आने से पहले कौन करता था हमारा भला ?

मानाकी श्रध्धा जरूरी है आध्यात्मिकता से शान्ति पानेके लिए। लेकिन अंधश्रद्धाको उसके
जड़मूलसे हटाना सबका फ़र्ज़ है। गर वो नहीं हो सकता है तो, कम से कम उसे ज्यादा फैलाना तो
नहीं चाहीये।

Ten Commandments

Thinking about religion, I revisited ten commandments. Reading them over, I did not learn anything more than what I learned watching that epic movie Ten Commandments in the matinee show in late fifties. Here is my simplistic thought process then and now:

If you read the last six commandments and think through you would wonder, did Moses really need to go up in the mountain to hear this from God himself? Why people in those days were not able to figure out for themselves these simple rules of living a moral life? Or is it, they needed to have fear of God instill in them to follow these simple rules? Any human beings with average intelligence and good conscious would follow these rules to be a good person and thus a religious person.

Now if you read the first three commandments it becomes apparent that like any other autocratic ruler God wanted to have full control over his subjects. He did not want you to accept the authority of any other king. He did not want you to nag him for trivial things and he did not want you to reveal his identity to any one. Only those who obeyed him will be rewarded.
What do we have here? an arrogant God or Moses himself trying to quash doubters and keep them in line like sheep or lambs?

I still think the fourth commandment is the only one that makes sense. Yes, seventh day is truly holy or hallowed and no one should work on that day. As a matter of fact, if god wants, I would not mind making all of them holiday.

Can you imagine what this world would be like if all the governments on this planet stopped working all seven days? I think heaven would descend on earth. And we all would have angelic hallows around our faces.

અડધી અડધી

એ ગલી ને નાકે
ચ્હા ની રેંકડી પાસે
હું ભાંગી પડ્યો
બસ ત્યાં થી જ
તને કર્યા છેલ્લા જુહાર
તારા વગર હવે
ક્યા ભટકવાનું?

નાનીયાના ટેણીયાએ
પૂછ્યું કાકા ચ્હા બનાઉં?
ના બેટા,
અડધી અડધી
કરનારો તો ગયો.

કાકા, આજે તો આખીજ
પી નાખો
બાપુ કરતા
તમારી અડધી ચ્હા
ને આખી દોસ્તીની વાતો
જીવ્યા ત્યાં સુધી

રોજ આવજો
પીવા
જીવો ત્યાં સુધી

અડધી અડધી ટિકિટે
વડોદરા સિનેમા જોવા
શાળામાંથી કેવા
છટકતા
એવી બધી
વાતો કરવા

ભરત શાહ

બાય પાસ

"બા, બાપુની બે આર્ટરી બ્લોક છે, બાય પાસની જરૂર છે."
"પછી બધું બરાબર તો થઇ જશે ને?"
"બા, ચારેક લાખ રૂપિયા થઇ જાય"
"બધી સી ડી રોકડી કરાવી કાઢો"
"એ તો ક્યારનીય વપરાઈ ગઈ તારી માંદગીમાં ને બહેનના લગ્નમાં"
"તારાથી કંઈ થાય?"
"બા, મયુર કોલેજ જવાનો ને માયા દસમામાં છે."
"કા..ર, સ્કૂ..ટર?"
બા, એ બધી તો હવે જરૂરિયાત...."
"તો પછી મારી બંગડીઓ, કાપ.."
"કાલે ઉઠીને તારા માટે જરૂર પડે."
"ત્યારની વાત ત્યારે..અત્યારે એમનાથી વધારે.."
"બા, સમજ. બાપુજી સિત્તેરના થશે. દાક્તરો તો પૈસા માટે બધું ક્હે."
"તો?"
"તું ક્હે એમ કરીએ, બા"

દબાયેલા

"વ્યવસ્થા થઇ વીસ હજારની?"
"ધંધા પર ઘરાકના દેખતાં વાર તહેવારે ઉઘરાણી કરવી નહીં."
"પાંચ વર્ષે આપેલા પૈસા માંગ્યા એમાં ગુન્હો કર્યો એમ ને?"
'ધીમે બોલ, ધાડ નથી મારી. સંબંધમાં લોકો કેટલું ય ઘસાય."
"ઘણું ઘસાયા...અહીં બોલાવ્યા, ઘરમાં રાખ્યા, ધંધો અપાવ્યો... "
" તે ? પગ પુંજું ? જિંદગીભર દબાયેલો રહું?"
"દબાયેલા ને તમે? પોતાના પૈસા માટે કરગરે છે કોણ?"
"કરગરવુંય પડે."
"તો.... તો, કોર્ટમાં ય જવું પડે."
"જાને...પૈસા તારી મા જણીને આપ્યા છે, મને નહીં. યાદ રાખજે."

Sunday, December 15, 2013

પ્રતિબિંબ

અરીસાની આડે વજૂદ મારું નથી ક્યાંયે છુપાયું
એ નિર્જિવ શું સમજે? છે કેટલું તોડાયું ને જોડાયું

અલગ થઇને અરીસાથી પ્રતિબિંબ મારું મેં જોયું
નશીલી આંખ ને અધરેથી મધુરું સ્મિત મેં ખોયું
-ભરત શાહ