Tuesday, July 27, 2010

રોહન


મમ્મીનો તું થવાનો બહુ વ્હાલો વ્હાલો
ડેડીને વારેઘડી પૂછવાનો સેંકડો સવાલો
પકવવાનો માથું દાદાનું બોડું, કરી ધમાલો
ને દાદીમાની પાસે થવાનો કાલો કાલો

માસી આગળ પાડવાનો મોટી મોટી રાડો
કહે જો રોહનીઓ અમારો છે કેવો જાડો પાડો
ચઢાવી મ્હોઢું બેસવાનો ખૂણે થઈને આડો
ના બોલાવે કોઈ તો પાછો જોવાનો થઈ બાડો

જઈ ફોઈ ની ધેર અહી તહી અડવાનો
પકડે કાન ફોઈ તો વિના આંસુ રડવાનો
લઈ લાકડી ફુવો ફોઈને એવો તો લડવાનો
કે ઢોન્ગીલો રોહન ખડ ખડ હસી પડવાનો

મામા ને ઘેર તો રોજ રોજ જવાનો
લેવાને મારો બેટો પાવલી કે એક આનો
મામીના છણકાથી નાં જરાયે ડરવાનો
લાવી લખોટીઓ, મામી સામે રમવાનો
થઈ મધ મીઠડો મામીનું મન હરવાનો
હસીને ફસાવી, મામીને વ્હાલે વળગવાનો
to be continued

Saturday, July 24, 2010

ધરતીમાતા

નદી, સરોવર, સાગર, પર્વત, ફૂલ, વૃક્ષ, વનરાઈ, વેલા, કાંટા શૂળ
ભાતભાતના પક્ષી પ્રાણી, જંતુ અતુલ, આભ, જમીન કે જળમાં જેના મૂળ
હીરા મોતી, રણ ની રેતી, પાષાણ અમૂલ, કે હોય જરાક જેટલી ધૂળ
ધરતી માતાના એ આભુષણ ભૂલવાની ના કરતા કદીય ભૂલ

ભરત શાહ

Sunday, July 11, 2010

उनकी महक

उड़ाते है मज़ाक यार बचपनके, करते है जब हम बात बीछ्डे प्यारकी,
ढुंढ़ोगे कहा अब इस भीडभाड में, आंखोकी रोशनी,चमक भी चली गयी
नादाँ है वो क्या समजे, जरुरत हमें नहीं इन कमबख्त आंखोकी,
अरसा गुजर गया लेकीन, इस दिलों दीमागसे उनकी महक नहीं गयी