Tuesday, October 7, 2014

પ્રણામ બાપુ

પ્રણામ બાપુ
તમારી જન્મ જયંતિ ઉજવાય છે આજે
ના, મારામાં કંઈ સુધારો થયો નથી
જવાબદારી લઈને બેઠો છું
તમારે રસ્તે ચાલુ તો ઘર ના ચાલે
હા, પ્રધાન મંત્રી ગુજરાતના જ છે
ના..ના સરદાર જેવા નહી
પણ હાથના ચોખ્ખા હોય એવું લાગે છે
એમના બધા સાથીઓ વિષે એવું કહી શકાય નહી
રાજકારણી એટલે થોડા આંખ આડે કાન કરે તો નવાઈ નહી
તમારે બિરલા જોડે ભાઈબંધી હતી
એમને ટાટા અંબાણી નો ટેકો હોય એવું લાગે ખરું
પોપટની જેમ વિકાસ વિકાસ એવું બોલ્યા કરે છે
જોઈએ શું થાય છે
ચાલો ત્યારે આવતે વર્ષે ફરી વાતો કરીશું
ના, છેલછેલ્લે આદર્શની વાતો કરી મને કન્ફયુઝ ના કરશો
અહીં તો એવુજ ચાલે
આજનો દહાડો સંભળાય એટલું ઈશ્વર અલ્લા સાંભળી લો

No comments:

Post a Comment