Tuesday, October 7, 2014

પાનખર

વૃક્ષોથી ઉભરતા આ બગીચામાં
જેટલીય પગદંડી ઉપર હું ચાલતો
એ બધીય પાનખરના રાતાં રાતાં
પર્ણોથી પુરાઈ ગઈ છે
ધરતીની પાંથી જાણે સિંદુરે
સજાઈ ગઈ છે.
મરતાં મરતાં આ પાંદડાઓની
જેમ માને સજાવી તો નહીં શકું
બીજું કંઈ નહીં તો સાચવીને
પગદંડી ની કોરેથી
આઘો ચાલી માનું સિંદુર તો
ન ખરડું

No comments:

Post a Comment