Saturday, May 25, 2013

ફેસબુક

ખરું છે, નિશાળને કોલેજમાં તો કોઈને "હાય" કહેતાંય હોંઠ સિવાઈ ગયા
ફેસબુક પર તો એક એકથી ચઢીયાતા માલ અમારા બહેનપણા થઇ ગયા

કાળો અક્ષર ભેંશ બરાબર, ઘૂંટી ઘૂંટીને સ્લેટના ટુકડાય ચકનાચૂર થઇ ગયા
ચોરી, પોસ્ટ કરી ગઝલ, ફેસબુકના મુશાયરે "લાઈક” ના લલકાર થઇ ગયા

હતી ક્યાં મજાલ કે બાયડીને કોઈ, બ્યુટીફૂલ, એના ધણીનાં દેખતા કહીંએ
ફેસબુકની બારીની આડે "અતિસુંદર " કહી અમે તો આંખ મારતા થઇ ગયા

કરી'તી ક્યાં અમે વિશ કદી કોઈનેય બર્થડે, ડોલર એકનું એક કાર્ડ લઈને
ફેસબુકના હોલમાં કોડિયાં કેન્ડલનાં અગણિત, કેક પર સળગાવતા થઇ ગયા

જવા દો કરીએ વાત શું ભગવાનને શરણે જવાની, મંગળા, શૃંગાર, રાજભોગ
સંધ્યા, શયનનાં દર્શન કરી ફેસબુકે ભવસાગર આખો તરતા અમે થઇ ગયા
-ભરત શાહ

No comments:

Post a Comment