Saturday, May 25, 2013

ખાતાવહી

ધન અને મિલકતના હિસાબ કિતાબ ના હોય
ત્યાં એહસાનોનાં સરવાળા બાદબાકી હોય

ખાતાવહી તો છાતીએ વળગેલી ને વળગેલી
કદી પીછો ના છોડે
હૃદયના ધબકાર બંધ થઇ ગયા પછીપણ
એક એક શ્વાસનો હિસાબ લેવા
ઉપર ચિત્રગુપ્ત ચોપડો ખોલીને
કાગ ને ડોળે રાહ તાકીને બેઠો જ હોય

ત્યાં ન તો મુદ્દલ ની માંડવાળ થાય કે વ્યાજની
ના તમારા ગુણોનો અતીશયોક્તિથી નીતરતો ગુણાકાર
કે કોઈના લીધેલા એહસાનોનો મનઘડંત આંકડાઓથી ભાગાકાર
સરવૈયાના આંકડાઓમાં ન કાંઈ ઉમેરાય કે ના કાંઈ કઢાય

એડજસ્ટ કરવાની કે સમજી લેવાની કોઈ વાટાઘાટ જ નહીં
--ભરત શાહ

No comments:

Post a Comment