Thursday, December 18, 2014

પાનખર


રમણભાઈએ ડાક્ટર પંડિતના ડ્રાઈવેમાં વાન વાળી.
એ વિશાળ ઘરની સામે સરોવર હતું. પાછળ પણ.
પાછળ ડાકમાં બાંધેલી બોટ પાનખરના પવનમાં ડગમગ થતી હતી.
વૃકશો પર ખરવાને એક પણ પાંદડું બાકી રહ્યું ન હતું.
ઉડતું નિરીક્ષણ કરી એમણે ડોરબેલ વગાડયો.
ઓહો, રમણભાઈ, આજે શનિવારે? પંડિતે આવકાર આપતાં પૂછ્યું.
હા, નિર્મળાબાનો સંદેશ હતો મારા ફોન પર.
સિનિયર સીટીઝનોની તમારી સેવાને દાદ આપું છું.
શરીર સારું રાખ્યું છે તેથી ઈશ્વર કૃપાએ થાય એટલું કરું છું.
બા પૂજામાં છે. એટલી વાર કંઈ ચાહ નાસ્તો?
ના, કંઈ નહીં. કારમાં મંદિરની યુવક કમિટીનો પરાગ બેઠો છે. એને અંદર બોલાવું?
હા, હા, જરૂર.... જુઓ, બા પણ આવી ગયા.

રમણભાઈ, પરાગને જરા કહોને કે મારા સુવાના ઓરડામાંથી મારી બે બેગ લઇ આવે.
બે બેગ? રમણભાઈ, આ વખતે સિનિયર સિટીઝનોને કોઈ લાંબા પ્રવાસે લઇ જાઓ છો કે શું?
એ નથી લઇ જતા. હું જાઉં છું.
ક્યાં ?
શાંતિવન, ફ્લોરીડા.
પેલા વૃધ્ધાશ્રમમાં? એકાએક નક્કી કરી દીધું?
ના ભાઈ, તમે ચાર ભાઈઓ એમના દસમા શ્રાદ્ધ વખતે ભેગા થયા ત્યારથી વિચારતી હતી.
એવું તે શું થયું તે સમયે?
બસ, એમણે મને કહ્યું કુટુંબમાં શાંતિ રાખવાની બધી જવાબદારી તારી છે.
તે ઉપરાંત, મારી પાનખરને અહીની ઠંડક રાસ આવે એમ લાગતું નથી.
-ભરત શાહ

No comments:

Post a Comment