Thursday, December 20, 2012

દિલ્હીમાં બળાત્કારથી હાહાકાર

દિલ્હીમાં બળાત્કારથી હાહાકાર

છાપાવાળાને જે સમયે જે વંચાય એ વેચવામાં રસ છે
બાકી કશું બદલાયું નથી
બદલાય એ આશામાં જીવવાનું
આજે બસમાં થયું
બેતાલીશ વર્ષ પહેલા સોળ વર્ષની સીતા નામની ગામડાની છોકરી સાથે આમજ થયું હતું
સરકારના સર્કિટ હાઉસ માં
રાહત કાર્યનાં ઉપરી અધિકારી અને એમના મદદનીશો દ્વારા

ત્રેવીસ વર્ષના જુનિયર એનજીનીયરે એનો સખત વિરોધ કર્યો હતો
અસફળ થતા ફરિયાદ કરી તો નોકરી ગુમાવી

છાપાવાળા એ કહ્યું આમજ ચાલે છે બધે
સારા ઘરની છોકરી ન્હોતી ને?
પોલિસે આ તો રોજનું છે અને પંચાયત પ્રમુખ પણ રાહત કાર્યોમાં સંડોવાયેલા છે એમ કહી આંખ આડે કાન કર્યા

કોઈને કંઈ કરતા કોઈ લફરામાં પડવું નથી
સૌને પોતાના નોકરી ધંધા ઘર અને સ્વાર્થ સિવાય કંઈ પડી નથી
ગામોમાં ઉકરડા વધ્યા છે
સાફ કરવામાં કોઈને રસ નથી
નાક દબાવી એની પાસેથી નીકળી જવામાં કામ પતી જાય છે ને !
બીજી ભાંજગડની શું જરૂર ?
જેવી પ્રજા એવા રાજા

ધર્મની ધજા ફરકાવતી જાત્રાળુઓની બસમાંથી ઉતરી જાહેરમાં પેશાબ કરવામાં જ્યાં કોઈ નાનમ નથી ત્યાં બીજી શું શરમ? શું બાધ ?

આપણી ખરી સંસ્કૃતિને આપણે રામાયણ, મહાભારત અને ગીતાનાં સુભાષિતો નીચે દબાવીને બેઠા છીએ
ખોટા અભિમાન અને આડંબર થી

કાલે આ છોકરી ભુલાઈ જશે
જેમ બેતાલીશ વર્ષ પછી એક ગામડામાં સોળ વર્ષની સીતા ભુલાઈ ગઈ છે

ટેન્શન નહી કરનેકા

No comments:

Post a Comment