Tuesday, October 18, 2011

પાનખરનું પાંદડું

પડું પડું કરતુ પાનખરનું પાંદડું,
રંગ બદલી ધરાને
મેઘ ધનુષી રંગે રંગતું.
વાયરે તેજ, લય ખળ ખળ છેડી
ગીત આખરી મધુર છેડતું.
થઇ શુષ્ક પડતું,
કચડાતું કો' પગલે.
નહિ તો કો' બાળ ,
ખડખડ હસતું એને ઢગલે
પડું પડું કરતુ પાનખરનું પાંદડું
મરતાં મરતાંએ ધરતીને
રસાળ કરતું-
Bharat Shah

1 comment:

  1. ભરતભાઈઃ "જનનીની જોડ સખી નહીં જડે રે લોલ" નો આવો કૃતાર્થ પડઘો આંખને કોરી ના જ રહેવા દે ...

    ReplyDelete