Friday, July 3, 2009

હોય છે

જન્મે તો બધાય સરખા હોય છે
મ્રુત્યુમાં એક્ને દાહ
તો બીજાને દરગાહ
મળતા હોય છે

સંત ક્યા બધાય સરખા હોય છે ?
બતાવે છે કોઈક રાહ
ઘંટ બીજા ગુમરાહ
કરતા હોય છે

પ્રેમમાં તો બધાય પડતા હોય છે
મળે છે કોઈકને ચાહ
મજ્નુ બીજા ઠંડી આહ
ભરતા હોય છે

મિત્રતો બધાયને મળતા હોય છે
દે કોઈક જ સાચી સલાહ
ખુશામદી ખોટી વાહ વાહ
કરતા હોય છે

ખુદા શું ધર્મથી મળતા હોય છે?
બંદા શાને કરે એ પરવાહ
નેકદિલે જીન્દગી નિરવાહ
કરતા હોય છે

ભરત શાહ
નોવાઈ, મિશીગન

1 comment:

  1. રસ્તા બધા ક્યાં એક સરખા હોય છે
    મુસાફરીમાં એ જ તો ખરો રસ હોય છે:

    તફાવત વગર જિંદગી નીરસ હોય છે ...

    ReplyDelete