Friday, May 9, 2014

The last smile

Mother: Open the windows
Daughter: It is too chilly for your condition mom !
Mother: Is it sunny?
Daughter: Yes.
Mother: Remember, you made dad install a window in your room ?
Daughter: Yes. When I was little. I loved watching dirt dancing along the streaks of sun rays.
Mother: I want to see that joy on your face the last time.
Daughter: Mom, you will be fine.
Mother: Please.
Daughter: You win, as always..
Mother: Now, wipe that sadness off your face.. And be my brave little girl...

વસંત

વસમો લાગે મને વસંત,
વસમો લાગે મને વસંત

કળી કુંપણનું બાળપણ, ને કામણ કુસુમ કેરાં
વેરાયા ધરતી આંચળ.
ને વિરહ આંગણે મારાં...........વસમો લાગે મને વસંત

કુહુંકુહું કોયલની સરગમ, સૂર સમીર મધુરાં
પંખી ગાયે ડાળડાળ
ને ગીત અધૂરાં મારાં...........વસમો લાગે મને વસંત

કેસુડાના રંગની રમઝટ, ગાલે લાલ ગુલાલાં
જાણે શું દેવર નણંદ?
વીણ સાજણ કાળજ કોરાં........વસમો લાગે મને વસંત

ફાગણ આયો ફાગણ લાયો નવી નવેલી આશા
દેશ સીધાવે સાજણ મારાં
નેણ કરું કજરારા.................વસમો લાગે મને વસંત
- ભરત શાહ

Friday, December 20, 2013

Grandson

"You need two boxes, right?"
A nerdy looking boy, 10 to 12 years of age asked me through his round glasses.
I was in a security checking line untying my shoe laces at the Detroit North Terminal.
He was in front of me and he just had finished helping his mom.

He took out two boxes.
"One for your shoes and jacket and one for your computer."

As I was placing shoes and lap top in the boxes, he picked up my carry on bag and placed it on the roller.
" Oh my, you are such a wonderful young man. Thank you very much."
My belongings were on their way through the x-Ray machine.

I moved towards the scanner as the security officer motioned me to walk in to it.

I had forgotten to take my belt off. So, the officer had to frisk me when I got out of the scanner. When he was doing it, this young man picked my boxes and the carry on off the rollers and carefully place by the chair where I can put my shoes and jacket on.

I was impressed and touched by his gesture and genuine care. I could not resist thanking his mom for his kind action. I asked her his name.

"Ryan, thank you. I will always remember you. Your mom must be very proud of you."

" Uaa.. Uaa.. My Grand Pa. He told me to help people like him, because they hurt them selves bending or lifting bags at the air ports"

Why do we make sports heroes our roll models when we have Grand Pas at home?

ફેસબુક

મારા બા બાપુજી કહેતા

" બેટા, મહિનામાં ખબર અંતરનો એકાદ કાગળ લખતો હોય તો કેટલું સારું લાગે. ઘણીવાર ફીકર થાય છે."
"ખોટી ફીકર નહીં કરવાની. સમય મળે ત્યારે એવું હોય તો બે શબ્દ લખું જ છું ને?"

એ સમય પણ ગયો અને બા બાપુજી પણ ગયા

હવે તો ફેસબુક નો સમય આવ્યો

જેમને કદી જોયા નથી એવા અજાણ મિત્રોનાય ખબર અંતર નિત્ય પુછાય છે. થોડી ગપસપ પણ થઇ જાય છે.

સાલો, સમય ઓછો પડે છે. સુતાંય અડધી રાત થઇ જાય છે.
-ભરત શાહ

બાકી છે?

"હવે કોઈ આવવાનું બાકી છે?"
" ના, અમેરિકાથી કોઈ આવે એવું લાગતું નથી"
" શું કહ્યું ફોનમાં?"
" ભાનમાં ન હોય ને બોલતા કરતા ન હોય તો દોડાદોડી કરવાનો અર્થ શું એવું બોલ્યા."
" તો પછી નળીઓ કઢાવી કાઢો ને."
"એમનું પોતાનું કોઈ એમ કહેનાર રૂબરૂ હોવું જોઈએને?"
"સ્કાઇપ કરી દો ને, નાતના બે મોભીઓ ને બોલાવી."
"દાકતર ને ય હાજર રાખવાના. દાન પુન, દવાદારુ ને નાતમાં લ્હાણ નોય ખુલાસો થઇ જાય."
" એજ બરાબર છે. આડોશ પાડોશ વાળાય કેટલું કરે?"

માનું સિંદુર

વૃક્ષોથી ઉભરતા આ બગીચામાં
જેટલીય પગદંડી ઉપર હું ચાલતો
એ બધીય પાનખરના રાતાં રાતાં
પર્ણોથી પુરાઈ ગઈ છે
ધરતીની પાંથી જાણે સિંદુરે
સજાઈ ગઈ છે.
મરતાં મરતાં આ પાંદડાઓની
જેમ માને સજાવી તો નહીં શકું
બીજું કંઈ નહીં તો સાચવીને
પગદંડી ની કોરેથી
આઘો ચાલી માનું સિંદુર તો
ન ખરડું

રીવાજ

"મણીબાઈ આવ્યા છે. મુંડન કરવા."
પાલીની દીકરી કહી ગઈ.

"ખબર નહીં, ચૂડીઓ તોડવા તૈયાર થયા કે નહીં.
મુંડન માટે એમને કોણ કહેવા જશે?"

"રીવાજ છે. કો'કે તો કહેવું જ પડશે ને?
ગોરાણી જાય ત્યારે."

"મારું કામ નહીં. ચૂડીઓ માટે વિવેકથી મારી એમણે
વાત સાંભળી. હવે બીજા કોઈ ઘૈડીયા ને ક્હો."

"કોણ બેઠું છે એમની પાસે?"

"કોઈ નહીં. જીવણભાઈની છબી આગળ દીવો કરી બેઠા છે.
છુટા વાળ છે. કપાળે સુરજ જેવડો લાલ ચાંલો છે."

"વિલાપ?"

"જરાયે નહીં. બંધ આંખે જાણે ધ્યાન ધરતા હોય.
જીવણલાલ ને ય રડાકૂટ પસંદ નો'તી. "

"બૈરાંમાં તો બેસવું પડશે ને?"

"મનીયાને કહીએ ત્યારે.એનું કહ્યું બધું કરે છે "

"બાપ વગરનો, દાધાબળ્યો. એ શું સમજે
ધરમ,સમાજ ને રીવાજ ?"

" પોપટની જેમ ભણાવી ને મોકલો."

"મનીયા, કહ્યું એમ બાને કહીશને?"

"બા બોડી થશે ને ચાંલો નૈ કરે તો દાદા પાછા આવશે?"

" હા, આવશે."

"તો પપ્પા કેમ નથી આવતા? મમ્મી ચાંલા ને વાળમાં
બા જેવી સરસ ના લાગે?"

"પણ મનીયા, રીવાજ તો પાળવા જ પડે."

" બા મમ્મીને રોજ ક્હે છે કે એ ગાંડી તે ગાંડા રીવાજ પાળે છે."