Monday, March 12, 2012

સુર્યાસ્ત

"ચાલ પેલી ટેકરીએ જઈએ"

"તારાથી એટલું ચલાશે" એનો હાથ, હાથમાં લેતાં ડોસીએ પૂછ્યું.

એણે એની આંખોમાં આંખો પેરવી.

એ કંઈ કહે તે પહેલાંજ મુસ્કુરાતી બોલી. " ખબર છે ..ખબર છે. આપણીજ પાડેલી આ પગદંડીઓ છે... એમને ? એના પર પગલાં માંડતાજ રોમ રોમમાં જોમ ઉમટે છે .. એ જ ને?"

"પહેલાં તો હું અડધું વાક્ય બોલું ને તું પૂરું કરતી. હવે તો શરુ કરું એ પહેલાં જ.." ડોસાએ એની હથેળી હળવાશથી એની મુઠ્ઠીમાં જકડી. એ વહાલથી એની તરફ સરકી.

" એવું લાગે છે જાણે કાલે જ એ ટેકરી પર બેસી સૂરજને પશ્ચિમની ક્ષિતિજમાં ડૂબતો જોતાં." એના સાનિધ્યે ડોસાને ભૂતકાળની સ્મૃતિઓથી ઘેર્યો.

"હા..આકાશમાં રંગોળી પૂરાતી..આ તળાવ પણ જાણે કેસૂડાના રંગે છલકાતું. ધરતીને છેડેથી સોનેરી સેરોની લ્હાણ પીરસાતી. સુંદરતાના વધુ એક સ્વાંગે ધરતી સજતી"

"તારા જેટલી નહીં પણ.. આજેય જોને કેટલી સોહે છે." એ ઉભો રહી ગયો. એને જોઈ રહ્યો. શરમની એક લહરી ડોસીના ગાલની કરચળીયોમાં સરકી. એની પલકો ઢળી. ગાલમાં ગુલાબી ના જાણે ક્યાંથી આવી !

"ઘરડો થયો પણ..." ખોટો ગુસ્સો કરતાં એ તડુકી." "તને તો સુર્યાસ્ત જોયા વગર નહીં ચાલે પાછું ..ધીમો પડી ગયો છે. ટેકરી પર સમયસર પહોંચશે?" ડોસીએ ચિંતા વ્યક્ત કરી.

ડોસાએ પગ તો ઉપાડ્યા પણ રોજ કરતાં ભારે લાગ્યા. ચાલવામાં શ્રમ વધુ પડ્યો

" થોડીક વધુ વાર...થોડીક...અંધારું થતાં આજેય કરગરવાનો?" ટેકરીએ પહોચતાં ડોસીના સ્મરણપટ પણ દ્રશ્યોની વણઝાર ચાલી.

"ના, આજે નહીં.. હમણાં નહીં.. મમ્મીનો વાંધો નહીં.. ડેડી તો ખબર પડશે તો.." ડોસીના શબ્દોની મજાકભરી નકલ કરતાં એ હાંફ્યો..ઉધરસ ચઢી.

"સુરુ... સુરુ શું થાય છે તને?" ચિંતાથી એના મુખમાંથી ચીસ નીકળી ગઈ. "અમથા આવ્યા ટેકરીએ... ઓપરેશન કરાયે હજુ તો બે મહિનાય નથી થયા"

" સાવ ગભરુ છે..હાઈસ્કૂલના દિવસોથીજ.. કંઈ નથી થવાનું , જરાક શ્વાસ ચઢી ગયો એમાં તો.. " ખિસ્સામાંથી પડીકાં કાઢતાં એ કહેતો હતો.

"આ તારા..મારી મીનૂના.. બબલુને આપજે... મારી બા મને પહેરાવતી" બાળમુકુન્દની પ્રતિમા સોનાના સિક્કામાં અંકિત કરેલ પેન્ડલ હતું.

"અને આ તારા માટે" બાળમુકુન્દની પ્રતિમાને જુએ તે પહેલાં તો એને બીજી વસ્તુ એના હાથમાં સરકાવી.

"ઓહ સુરુ.." હીરા જડિત ક્રોસ..આપણાં લગ્નમાં મારે ખરીદવો અને પહેરવો હતો તે જ." ઢળતી સાંજે એને લગ્ન નો દિવસ સાંભરી આવ્યો. એ જોઈ રહી..ગદગદ થઇ ગઈ

"જેનિફર..લગ્ન સમયે બધાની ધાકે ન મેં એ ખરીદ્યો કે આજ સુધી સૌનું મન અને માન રાખવા તેં કોઈ બીજો પહેર્યો. આજથી ગળે આજ પહેરજે"

"સુરુ...." ક્રોસ પહેરતા એના શબ્દો તરડાતા હતા. આંખોમાંથી આંસુઓની વણઅટકી ધાર વહેતી હતી.

" મારી આ નબળાઈ અને કાયરતા માટે જીવનભર એક હરફ સરખો તેં ઉચ્ચાર્યો નથી." અશ્રુના ધોધ સાથે એ જેનીફરના ખોળામાં ઢળી પડ્યો.

"સુરુ.. સુરુ.. ઉભો રહે હું કોઈને બોલાવું.." જેનિફર હિબકાં ભરતી હતી.. બિલકુલ અસમંજસ થઇ

સુરુની આંખો આજે પશ્ચિમમાં ઢળતા સુરજને જોઈ રહી ન હતી. એની નજરમાં જેનીફરના અંતરનું સૌન્દર્ય સદાને માટે અંકિત થઇ ગયું હતું.

-ભરત શાહ

Sunday, March 11, 2012

ડબલ સવારી

બસ, ફરી એક વાર લઇ જા
મને ગામને તળાવ
સાયકલ પર ડબલ સવારી
છાંયડે વડને બેસી કરીએ વાતો
હું સાંભળું તારી ને તું મારી
બસ એજ
-ભરત શાહ

મૌન

ચાલને થઇ મૌન,
રમીએ...
નિષ્પલક આંખમાં
એકમેકની નીરખીએ.
મટકું જે માંડે
પહેલું, એ હારે
હારીને ય
ખડખડ હસીએ.

ચાલને, ચઢાવીએ
જીતવાની જીદ
ઊંચી અભરાઈએ
મૌન થઇ
એકમેક માણીએ.
ચાલને થઇ મૌન,
રમીએ...
-ભરત શાહ

Friday, March 9, 2012

દેવદાસ

ઘણા વર્ષે લીધી ટ્રેન
ને ગામ તારું આવ્યું
થયું ઉતરી જાઉં
કરી ટાંગો
વચન આપ્યું'તું તેમ
ઘેર તારી આવું
બસ એક વાર
બસ એક વાર
કહી દઉં વાત
મારા દિલની
પારો..
પારો...
પારો..
આટલો નશો સારો નહીં
તે ય આ સસ્તા બેવડાનો?
સાંભળ, સાંભળ
ભાનમાં છે ને ?
હું સાઈગલ નથી
નથી દિલીપકુમાર
કે શાહરૂખ
પછી થયું
કાલ સુધી બીજી ટ્રેન
મળે તેમ નથી..
ફરી ફૂરસતે.. કોઈ વાર
ચંદ્રમુખીને રાહ
ન જોવડાવાય
બ્લુ લેબલ સાથે

- ભરત શાહ

Sunday, March 4, 2012

बाजपाई पड़े है चारपाई
व्यस्त है मोहन-गांधी रोकने में
इधर उधर चलती रहती हाथापाई
कर लेने दो राहुल को अभी थोड़ी कमाई
फिर देखना होती है कैसी रामदेव की धुलाई
है उसके पास करोंडो तो क्या
वो भी किसीसे कम नहीं है भाई
सूना है स्वीट्ज़रलैंड में मिलती है
उन्हें हररोज मलाई ही मलाई
करे हज़ारे हज़ारो अनशन
देदे अपनी जान लेने पीड पराई
फर्क नहीं पड़ने वाला है कोई
नेता तो क्या यहाँ तो चपराशीभी
छोड़ता नहीं है मुफ्त में मिलती पाई
कोंग्रेस, बीजेपी, जनता दल के फिर
हो एरी गेरी पार्टी कोई
सोचता नहीं कोई देश की भलाई
सोचेगा भी क्यों
जब जनता ही नहीं समज पाती
कौन करता है देशभक्ती और कौन भवाई
भरत शाह
Godhra

Saturday, March 3, 2012

क़र्ज़ होता है हम पर उस माँ का जो हमें जीवन देती है और उसको जारी रखने के लिए जान भी देने तैयार रहती है

क़र्ज़ होता है हम पर उस पिताका जो हमारा जतन करता है और जीनेकी राह दिखाता है

क़र्ज़ होता है हम पर उस मिट्टीका, उस देशका जिसकी हवाओमे हम साँसे लेते है, जिसकी नदीयोंसे हमारी प्यास बुज़ाते है, जिसकी फसलोंसे ताकत हांसील करते है; जो मिट्टी कर्मभूमी बनकर हमारे खानदान को आगे बढानेका हौसला देती है, मौक़ा देती है

है कोई ऐसा गुरु, संत, साधू, स्वामी, शेख, महंत, मौलवी, मुनी, महाराज, इमाम, प्रीस्ट, पादरी, पेस्टर, आचार्य, आयातौला या जो भी, जो ये सब करता है ओर कर सकता है ?

Tuesday, February 28, 2012

સંબધોના શુષ્ક રણમાં હતું
રહસ્ય પ્રેમનું તારા, વીરડી મીઠી.
બન્યું મૃગજળ, શું તેથી ?
તરસની અમને તો આદત
ગઈ છે પડી
- ભરત શાહ