Saturday, June 5, 2010

આપણું ગણિત

આમ તો આ જીવનની મોટા ભાગની ક્ષણો બાદબાકી કરવા જેવીજ હોય છે.
સરવાળા તો દેખાવ અને દંભ ખાતરજ કરતા હોઈએ છીએ

કોઈ પર કરેલા એક ઉપકારનો સરવાળો સો થતો હોય છે.
કોઈ એ કરેલા સો ઉપકાર બાદબાકી બાદ શૂન્ય થઈ જતા હોય છે.

સીધા સવાલનો સમય અને સંજોગ ને અનુકૂળ આપણે ઘણીવાર ગોળ ગોળ જવાબ આપીએ છીએ.
બાકી ભુમતીમાં એટલા કાચા નથી કે આપણને સુરેખા અને વર્તૂળ વચ્ચેનો ભેદ ખબર ન હોય.

ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાની શરૂઆત કરી વાણિયાઓ એ અંકગણિત જેવા સહેલા વિષયને જાણી જોઇને કઠિન બનાવી દીધો. ગામડીયા વેઢેથી ગણી શકે ત્યારેજ ચોપડા સમજેને.

આમ તો આ આંકડાઓની વાત છે પણ એમાં વ્યવહારીકાતાનો નીચોડ છે.
હું નાનો હતો ત્યારે મને કોઈ પૂછે કે તું કેટલા વર્ષનો તો હું મારી ઉંમરમાં બે ત્રણ વર્ષ ઉમેરી જવાબ આપતો. બાના કહેવાથી.
તે સમયે બાર વર્ષે બાવો જાગ્યો એનો અર્થ મને ખબર ન હતો.
રેલગાડીમાં પૂનમ ભરવા આખું કુટુંબ રણછોડરાય ના ડાકોર જતું.
ટીટી મારી ઉંમર પૂછે તો બાપુજી બે વર્ષ બાદ કરીને કહેતા.
ગામ છોડી ગયો તો કોલેજમાં પણ જતો ક્લબમાં.
ત્યાં બારમાં મારી કોઈ ઉંમર પૂછે તો હું બે વર્ષ ઉમેરીને કહેતો.
ત્યાં યુવતિઓમાં પણ રસ જાગ્યો હતો.
નાની મળે તો ઉંમરમાંથી બાદબાકી અને મોટી મળે તો સરવાળો કરતો.
એમ કરતા કરતાં નીવૃતિને આરે ઉભો છું.
ઓફીસ માં મારી કોઈ ઉંમર પૂછે તો બે ત્રણ વર્ષ બાદ કરી જવાબ આપું છું.
છૂટકો નથી. શેર બજારમાં આજકાલ સરવાળા ઓછા થાય છે.

આખા જીવનનો આધારજ જુઠ્ઠા સરવાળા અને બાદબાકી છે

No comments:

Post a Comment