Friday, August 14, 2009

મારું ઘર

હતું ઘર મારું
નાનું, જુનું,માટીએ ચણેલું
ભીંતે તીરાડો,અહીંતહીં પ્લાસ્ટર ઉખડેલું.

આગલે ખંડે એક પાટ ને ગાદલું
વચલે ખંડે અનાજ,ઉંદર ને ઘોર અંધારુ
મેડીએ બીલ્લી,રસોડું ધુણીથી કાળુ કાળુ
પડોશે વેચાય દુધ,છાશ,દહીં ખાટું
ને કરીયાણુ ભેળસેળયું
આંગણે ટોળુ માખીઓનું બણબણતું.

સામે બસ સ્ટેન્ડ, છાપરા વગરનું
ધૂમ વરસાદે,ધોમ તાપે કે કડકડતી ટાઢે
ઓટલો મારો પ્રતિક્ષિત માટે સ્થળ આશરાનું.
પટેલ,વાણિયા,મોચી,મુસલમાન
હો કોઈપણ રાહદાર
સૌ માટે બા એ ઓટલે
છે આજેય મુકેલું
માટલું અને પાણીનું પવાલું

છે ઘર મારું હવે ભવ્ય અને આલીશાન
ફેમસ આર્કીટેક્ટે ઘડેલું
ઈટલીના આરસ,ઈરાની ગાલીચા,
ઝળહળીત ઝુમ્મર,ફેન્સી ફોસેટ
ને કીંમતી રાચરચીલું

છે ઘરમાં બધું
નથી બા
કે પોર્ચમાં
માટલું અને પાણીનું પવાલું

ભરત શાહ
નોવાઈ, મીશીગન

1 comment:

  1. ભરતભાઇ: ક્યા બાત હૈ! સંવેદના આરપાર વીંધી ગઇ. ... સ્વરચિત બે પંક્તિઓ મને યાદ આવી ગઇ:

    ચિતા ઠરે વર્ષો થયાં પણ મા દેખાય છે ચારે તરફ
    મુકાબલો હોય જો મંજુર તો, ઇશ્વર, એવો આવિષ્કાર દે ...

    ReplyDelete