Sunday, December 30, 2012

ये आंसू भी है बड़े जालीम

ये आंसू भी है बड़े जालीम
बहते है एक दो दीन
कब रुक जातें है, पता ही नहीं चलता
और रफ़्तार जिन्दगी की
चलती रहती है तेज रात दीन

उठती है एक चिनगारी
दीखाने ख्वाब शोलों के
जब आँख खुलती है, बुज़ती है
और हवायें जमानेकी
चकराती है, हसती है

हर सवालका हल है सड़क
हर फैसला छोड़ना है उस पर
पल दो पल जांकते है अन्दर
बस, फिर चलता रहता है कारवां
वोही सड़क पर, बीना मंजील
महफिलें सफ़र

जलातें है मोमबत्तीयां जो
अंधेरेमें देखाते है वो
भेडीयोंको तरीके तरह तरहके
लुटी जाती है कैसे
औरतकी इज्ज़तको
बेची जाती है कैसे
उसकी इस्मतको

ये आंसू भी है बड़े जालीम
बहते है एक दो दीन
भरत शाह

Thursday, December 20, 2012

દિલ્હીમાં બળાત્કારથી હાહાકાર

દિલ્હીમાં બળાત્કારથી હાહાકાર

છાપાવાળાને જે સમયે જે વંચાય એ વેચવામાં રસ છે
બાકી કશું બદલાયું નથી
બદલાય એ આશામાં જીવવાનું
આજે બસમાં થયું
બેતાલીશ વર્ષ પહેલા સોળ વર્ષની સીતા નામની ગામડાની છોકરી સાથે આમજ થયું હતું
સરકારના સર્કિટ હાઉસ માં
રાહત કાર્યનાં ઉપરી અધિકારી અને એમના મદદનીશો દ્વારા

ત્રેવીસ વર્ષના જુનિયર એનજીનીયરે એનો સખત વિરોધ કર્યો હતો
અસફળ થતા ફરિયાદ કરી તો નોકરી ગુમાવી

છાપાવાળા એ કહ્યું આમજ ચાલે છે બધે
સારા ઘરની છોકરી ન્હોતી ને?
પોલિસે આ તો રોજનું છે અને પંચાયત પ્રમુખ પણ રાહત કાર્યોમાં સંડોવાયેલા છે એમ કહી આંખ આડે કાન કર્યા

કોઈને કંઈ કરતા કોઈ લફરામાં પડવું નથી
સૌને પોતાના નોકરી ધંધા ઘર અને સ્વાર્થ સિવાય કંઈ પડી નથી
ગામોમાં ઉકરડા વધ્યા છે
સાફ કરવામાં કોઈને રસ નથી
નાક દબાવી એની પાસેથી નીકળી જવામાં કામ પતી જાય છે ને !
બીજી ભાંજગડની શું જરૂર ?
જેવી પ્રજા એવા રાજા

ધર્મની ધજા ફરકાવતી જાત્રાળુઓની બસમાંથી ઉતરી જાહેરમાં પેશાબ કરવામાં જ્યાં કોઈ નાનમ નથી ત્યાં બીજી શું શરમ? શું બાધ ?

આપણી ખરી સંસ્કૃતિને આપણે રામાયણ, મહાભારત અને ગીતાનાં સુભાષિતો નીચે દબાવીને બેઠા છીએ
ખોટા અભિમાન અને આડંબર થી

કાલે આ છોકરી ભુલાઈ જશે
જેમ બેતાલીશ વર્ષ પછી એક ગામડામાં સોળ વર્ષની સીતા ભુલાઈ ગઈ છે

ટેન્શન નહી કરનેકા

Sunday, December 16, 2012

ઈશ્વરના હાથમાં ?

સમી જશે અશ્રુ કાલે
પણ સ્મરણ વ્હેશે વસમા
તમારા હાસ્યના

સમી ગયા કલબલાટ કલશોર

પડતા રહેશે પડઘા કારમા 
તમારી આખરી ચીખના

ડેડી.. ડેડી.. મા... મા...

બની બેબાકળા
ઝબકી જાગીશું
લેવા તમને બાથમાં

કરી કેમ ન શક્યા કશું ?
ભરીશું હિંબકા 
કાળજું ચીરતા નિશ્વાસમાં
ને લઈશું આશ્વાસન ક્રૂર 
કહી બધું છે
ઈશ્વરના હાથમાં


ઈશ્વરના હાથમાં ?
મિલાવે છે
એય જોને એનો હાથ
કોની સાથમાં ?
-ભરત શાહ

Friday, September 21, 2012

દેવનાં દીધેલ

જોવો છે તને
પણ હમણા નહીં, ફૂરસતે.
પછી ક્યારેક આવજે.
ભરી લેવા દે નૈને
આ પળે
દેવનાં દીધેલ ને
-ભરત શાહ

Saturday, September 15, 2012

तस्वीरें

ये हसतीं हुई तस्वीरें देखकर
बह गए आंखसे आंसूं
 

गम नहीं खोयी जवानीका
दर्द है गवां दी कैसे
आदतें छोटी छोटी बातोंपे
हसनेकी
भरत शाह

Monday, September 3, 2012

ગાંડપણ


ચાલો એક કામ કરીએ.
એક જાહેરાત કરીએ.
જેણે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો હોય
તેમને, એમના ધર્મ અનુસાર,
આજે જ કે આજ પછી આવતા પહેલાજ
રવિવારની સાંજે બરાબર છ વાગે

મંદિર, મસ્જીદ, દેવળ, દેરાસર,
ગુરુદ્વારા, અગિયારી, સિનગાગ
વિગેરેમાં ભેગા થવાનો અનુરોધ કરીએ.
પ્રતિજ્ઞા લઇ એલાન કરીએ કે
જ્યાં સુધી આ બધા પવિત્ર ધામો
આવા સિદ્ધ માનવોથી પુરેપુરા
ભરાઈ ના જાય ત્યાં સુધી
ઈશ્વરના નામે,
દુનિયાના કોઈ પણ ખૂણે
એક બુંદ પણ
માનવ રુધિર નહિ વહાવીએ
ધત્ત...

Sunday, August 19, 2012

તમારા શા ભાવ છે?

બધું વેચાય છે, અહીં અન્ના
બધું મળે છે, અહીં બાબા
જાઓ કાશી કે કાબા
દુકાને ગુટકાની કે ધાબા

મોટા મોટા મોલમાં
લોકસભા કે પંચાયત હોલમાં
ફળિયા કે પોળમાં
ઠેર ઠેર, ડોલમાં કે ઢોલમાં
ઢોલની પોલમાં
વેચાય છે
સુવિચારોની કિતાબો
ખુરશી ને ખિતાબો
નાથીયા ને નવાબો
સવાલો પહેલાં જવાબો
ગુરુજી ને ગબાઓ
નારી ને નકાબો...

તમારા શા ભાવ છે?
અન્ના.. બાબા
- ભરત શાહ

Wednesday, June 27, 2012

અહં

પ્રવેશ્યો નવા ઘરમાં આલીશાન
લઇ ઠસોઠસ અહં ભરેલ સામાન
રહી ગયો વિવેક  જાણે કયે કામ
જુના જર્જરિત ખખડધસ મકાન !
-ભરત શાહ

Saturday, June 23, 2012

સ્વપ્ન

હતું મંદિર
ખાલી, ને દવાખાને
તું . કેવું સ્વપ્ન ?
-ભરત શાહ

गुमशुदा

चले तो बहुत
न छोड़े कहीं लेकीन कदमों के निशाँ
सोचकर, हो जाए शायद कोई गुमशुदा

सूना है राह से हमारी जो कोई गुजरा
कर लिया हांसील उसने अपना मूकाँ

ये कैसे हुआ ?पूछा तो उन्होंने कहा
पता पहलेसे था हमें, जाना था कहाँ
भरत शाह

સ્વર્ગ-નર્ક

આપણા કરેલા કર્મોના પરિણામ જોઈ થતો અલૌકિક આનંદ એ જ સ્વર્ગ
આપણા કરેલા કર્મોના પરિણામ જોઈ અંતરાત્માને દુભાવતો ધેરો ગુન્હાહિત વિષાદ એ જ નર્ક
મૃત્યુ પછી અપ્સરાઓ સાથેની મજા કે નર્કના દાવાનળી દાહની સજાની વાતો પાયા વિનાની છે.

Sunday, June 17, 2012

ઈશ્વર અમર છે
જ્યાં સુધી દુ:ખ છે

મહેલ સમા ધર્મસ્થાનોમાં પ્રાર્થના થતીજ રહેશે
જ્યાં સુધી પીડા છે

આ દુ:ખ અને પીડાના કારણ મનુષ્યજ છે
આથી દુ:ખ અને પીડાનું કોઈ નિવારણ નથી

ઈશ્વર અમર જ રહેવાનો
માનવ સંસ્કૃતિમાં એનું સ્થાન નિશ્ચિત અને અચલીતજ રહેવાનું

Thursday, June 14, 2012


ધબક્યું હશે હૃદય મારું, પ્રથમ
વહ્યું હશે જેવું રુધિર
એનું નસ નસમાં મારી.

લહેર્યા હશે આનંદથી
રોમ રોમ એનાં
આવવાની આશમાં મારી .

કર્યા હશે સહન, હસી
દર્દ, દુ:ખ કેટલાંય.
ને,નાનકડી લાતો મારી

એનુંજ હૈયું,
ધબકી આખરી વાર
અટક્યું હથેળીમાં મારી.

એ વહેલી સવાર
હતું જે ક્ષણ પહેલાં
ન હતું થઇ ગયું
નજર સમક્ષ મારી

હા, મેં સાંભળ્યું રુદન શ્વાનનું
ને, ના જાણે ક્યાંથી સરી પડી
અશ્રુની ધાર
આંખોમાંથી મારી

ક્ષણ પહેલાં, યાચી ક્ષમા
રૂક્ષતા,અવગણના,નાદાની
ને અગણિત ભૂલોની મારી, 
માંગતો'તો
ઈશ્વર પાસે મૃત્યુ  જેનું
પીડા વિહીન, અલૌકિક આનંદે

એજ ઈશ્વરને પૂછી બેઠો
બસ આજેજ, આજેજ
પહેલી વાર, તને સમય મળ્યો
વિનંતિ સુણવાનો મારી ?

કહે છે નાથ સૌ એને
બસ એક કારણે
છે એનામાં શક્તિ
ગમે ત્યાર્રે કોઈને પણ
અનાથ કરવાની
-ભરત શાહ

સાગર

જલે સાગર
ને કે'વાય પર્વત
પિતા નદીનો
-ભરત શાહ

Sunday, June 10, 2012

सांस

है फासला जिन्दगी और मौत के बीच
सिर्फ सांसका
कोई जीता है जिन्दगी मर मरके हर सांस 
कोई मरता है जिन्दगीपे कर प्यार हर सांस
फ़ेसला करना है, लिये कैसे हर एक सांस
बेवफा है कमबख्त, कब जाये नहीं विश्वास 
भरत शाह

Friday, June 8, 2012

फौलादी जन्जीरोंसे बंधे रिश्तोंका टूटना है मुमकीन
मजबुरीयोंसे बंधे रिश्तोंको तोड़ना होता नहीं आसाँ
भरत शाह

एहसास

एक एहसास था दिल में, लिए जिसे उम्र गुजर गई
खयालोंमे तुम्हारे तन्हाइयां दुरसे ही गुजर गई

ये क्या हो गया, इत्तेफाक्से मुलाक़ात तुमसे हो गई
वो एहसासकी सुनहरी दुनिया टूट चकना चूर हो गई
-भरत शाह

Sunday, June 3, 2012

સારા ઘરની લેડીઝ

" અમારે ઇન્ડીયામાં સારા ઘરની લેડીઝ સ્ટોરોમાં સર્વિસ જ ના કરે" કેશિયર તરીકે કામ કરતી મારી પત્નીને એના એક સંબંધીએ કહ્યું
" અમારે અમેરિકામાં સારા ઘરના પુરુષ કરોડમાં ફ્લેટ વેચી ૬૦ લાખના દસ્તાવેજ પર સહી ના કરાવે" રીયલ અસ્ટેટની દલાલીનું કામ કરતા સંબંધીને મારી પત્નીએ કહ્યું
-ભરત શાહ

સુંદરતા

"ગુસ્સામાય તું સુંદર દેખાય છે" સ્ત્રીને એવું કહેનાર પુરુષ જુઠું બોલતો હોય છે. એને તમારી સમક્ષ અરીસો ધરવાનું કહેજો.
તમારી સુંદરતા તમારી આંખો સમક્ષ અદ્રશ્ય થયેલી જોવાશે.

wise old man

The day you admit your children know more than you do, you know you have become wise old man/woman.
Bharat Shah

તારે ભરોસે

"ભગવાન મેં તો બધું તારે ભરોસે જ મુક્યું છે" કહી
હું ઘરનું બારણું બંધ કરું છું.
બ્હાર ગોદરેજનું મોટું તાળું લટકાવું છું.
રોજના નિયમ પ્રમાણે મંદિર તરફ પ્રયાણ કરું છું
મંદિરમાં પગ મુકું છું ને ભગવાનને મૂછમાં હસતા જોઉં છું.
નમસ્કાર કરું તે પહેલાંજ ભગવાનનો અવાજ કાનમાં પડે છે.
"ચાવીનો ઝૂમખો તો બહારના તાળામાં લટકતો દેખાય છે"
હું એ જ ઘડીએ મંદિરમાંથી અંતર્ધ્યાન થઇ જાઉં છું.
મારા ખાસડાને ભગવાનને ભરોસે મૂકી
-ભરત શાહ

જળ ગાગર

સોહે પાંદડે
ભીની ઝાંકળ, એ
લૂવે પાંપણ

વહે સરિતા
ખળખળ,ને મૌન
ધરે કંકણ

લચ્કે ના કેડ
ચાલતાં, પગલામાં 
નૈ ઝણઝણ

સખિયું પણ
ના હસે, સતવે, શું
આવ્યા સાજણ?

રેને છલકે
નૈણા ને ભોર ભયે
જળ ગાગર
-ભરત શાહ

મહેમાન

બસ રાહ જોતા હતા
એમના જવાની.

થઇ ગયું બધું સુમસામ
નીરવ શાંતિની
ચાદર ઓઢી ઘર
સુઈ ગયું તમામ.
છવાયો અંધકાર.

આજે હતા ને કાલે નહીં
આવ્યા અશ્રુ તો યે
માનવા હજુયે મન
હતું નહીં તૈયાર.

ફરી પાછા આવશે તો?
લાગ્યો ક્ષણિક ડર
યાદ કર્યા ભગવાન
એવા હતા એ
મહેમાન
ભરત શાહ
આવે સામેથી,
ચાલે લચકાતી
મજાક કરતી
ખડખડ હસતી
મસ્ત પનીહારીઓની ટોળી

તાકું કેમેરો જેવો
બોલે સૌ સંગાથ 
કાના, કાંકરી લેને હાથ
ફોડવી હોયે તો ફોડ ગાગરી
નઈ તો  ફૂટશે તારી આંખ
ભરત શાહ

Saturday, June 2, 2012

પ્રેક્ટિકલ

"પતિ એટલે પરમેશ્વર" એ રેકર્ડ હવે ઘસાઈ ગઈ એવું નથી લાગતું?
સિવાય કે  રી મિક્ષ કરી ક્લબોમાં વગાડવાનું શરુ કરીએ.
ગરબાની વાતમાં આપણે કેટલા પ્રેક્ટિકલ થઇ ગયા છીએ !
મા ચાચર ચોકમાંથી પાર્ટી પ્લોટમાં ના આવી?  પાવાગઢના ટેકરેથી તંબૂમાં ના આવી?
ભરત શાહ

અત્તરને હાટ

"શું આપું સાહેબ?"
પૂછ્યું એક સુંદર સેલ્સ ગર્લે અત્તરને હાટ
"પ્રથમ મુલાકાતનો પમરાટ"
એ હસી ખડખડાટ.
-ભરત શાહ

Tuesday, May 15, 2012

મૃગજળ

સહી સુકાતી નથી
કવિઓની કલમ;
લખી લખી, હરણ
મૃગજળ, મૃગજળ.
કેટલાંય બાળપણ
કસમયે વિના જળ
કે સ્વચ્છ જળ
વિરમે જગે હર પળ.
પડે છે કાગળ પર
સહીના છાંટા થોડા પણ
એમને મરણ ?
-ભરત શાહ

Monday, May 14, 2012

નીસર્યા પાર
કરવા રણ, લઇ
સુંદર ઘોડા
-ભરત શાહ

Thursday, May 10, 2012

ભીડ

બ્યુટી સલૂને
ભીડ? ભૂલો ની તારી?
મનાયે કેમ?
-ભરત શાહ

Tuesday, May 8, 2012

પગદંડી

ચાલને સાથ,
પગદંડીને જરા
પ્હોળી કરીએ
-ભરત શાહ

Sunday, May 6, 2012

आशीर्वचन

चोराहे पे बत्ती हरी हुई l
सडककी उस पार जाने के लिये मेरे कदम उठे l
मैंने देखा एक वृद्धाने भी, हाथमे छडी लिए, सड़क पार करने के लिए कदम उठाये l
मेरे पेरों में जल्दी थी, उसके पेरों में नरमी l
बत्ती लाल होनेसे पहले बुड्ढी फासला तय नहीं कर पायेगी, मैंने सोचा l
बस, ऐसे ही मेरा हाथ बढ़ा उसकी तरफ, सहायता करनेकी उम्मीदसे l
'शुक्रिया, बेटे...मैं पहुँच जाउंगी.. तुम्हे देर हो जाएगी"
सिर्फ एक क्षण के  लिए उसके कमजोर पैर रुके l छडी को दाहीने हाथसे बाये हाथमे ली l     
"जीते रहो... बड़ी भाग्यवान है तुम्हारी माँ l " दाये हाथको उठाकर वो बोली l
मेरे कदम आगे बढे l 
लेकीन, उनमे वो वृद्धाके आशीर्वचनों का बोज़ उठानेकी ताकत न थी l
भरत शाह

Saturday, May 5, 2012

તકદીર

તકદીરની બારાખડી
ખાઈને ય ઘણી
હાથ કે પગે છડી
કોણ શકે છે પઢી
તેથી જ વારે ઘડી
એની પછવાડી
ના કરવી હડા હડી
છે એ તો એક દડી
હથેળીમાંથી જાય
ગમેત્યારે ગરગડી :)))))
ભરત શાહ

Friday, May 4, 2012

लहर

हलकी हलकी हवासे उठती पानीकी लहर
फिर एक बार टकराई कीनारे पे बीखरे पत्थरों से,
"क्यों वक्त जाया करती है अपना,
कोई असर नहीं पडेगा तेरी मह्होबतका
उन पर, ये पत्थर है.. पत्थर l "
कहा किनारे पर खड़े एक इन्सां ने l

लहरने सूना, वो कुछ न बोली,
भीगोती रही पत्थरों को अपने प्यारसे

"कीसने बनाई ये नदीयाँ,
ये खुबसूरत नज़ारा, ये किनारा
एक शगुन हांसिल होता है यहाँ पे l"
मन ही मन वो बोला

लहरने सूना.. और वो मुस्काई..
हलकी पवन के संग
पत्थरों को चूमती
भरत शाह

Sunday, April 29, 2012

સેવા અને ભક્તિ

"આમાં મને શું લાભ?" કે "આમાં મને શું મળ્યું?" એવી ગણત્રીના વિચાર માત્ર સાથે કરેલું કાર્ય "સેવા" ની હરોળમાં મૂકી ન શકાય.
જેમ કે પાંચ મૂકી પચાસ મેળવવાની અપેક્ષા સાથે કરેલા દંડવત પ્રણામને ઈશ્વરની ભક્તિનો એક ભાગ ન કહી શકાય.
સેવા અને ભક્તિના પરિણામ સ્વરૂપ "કંઈક" અલૌકીક અંતરમાં જમા જરૂર થાય છે. પણ ઈશ્વર સહીત, કોઈનુંય આપણા પ્રત્યે ઉધાર રહેતું નથી
ભરત શાહ

દુ:ખ

મીનાકુમારીને પરદા ઉપર દુ:ખ પડે.
ને મારી આંખમાંથી દડ દડ આંસુ પડે.
પછી, થીયેટરની બહાર ભીખ માંગતી
હાડપિંજર સમી
લઘર વઘર છોકરીને મારી ગાળો પડે.
એના માબાપને પણ.
જણી જણી ને મૂકી દે છે રસ્તે રઝળતા
કહું મિત્રને.
પણ એતો
ખીસામાંથી પૈસા કાઢે.
"દારુ પીશે એનો બાપ તારા પૈસે"
મારા વિધાનના જવાબમાં એ હસે.
પૂછે,
બ્લેક માં ખરીદેલી
તારી ટીકીટનાં પૈસે
શું કરે છે મીનાકુમારી?
-ભરત શાહ

Friday, April 27, 2012

એહસાન

એહસાન ના બોજ તળે કોઈને એટલું ન દબાવો કે એ ગૂંગળાઈ જાય.
એ એહસાન નથી. અત્યાચાર છે.
એહસાનને પણ "expires by date" હોય છે
તમારા એહસાનને કારણે આગળ વધેલી વ્યક્તિની ઈર્ષ્યા, તમારા સ્વભાવ માં રહેલી ખામી તરફ નિર્દેશ કરે છે.
 કોઈનું અહેસાન ન માનો કંઈ નહીં
પણ ,"એમાં શું ધાડ મારી?" એવું માનવું એ "અહેસાન ફરામોશી"
ભરત શાહ

Sunday, April 22, 2012

આશિર્વાદ

"શતાયુ ભવ"
આશિર્વાદ ઉચ્ચારે
ભડકે ડોસો
-ભરત શાહ

Saturday, April 21, 2012

ગુલામી

મારી ચારે કોર ઊંચી ઊંચી દિવાલો નથી
એની ઉપર કાચના તીક્ષ્ણ ટુકડા જડેલા નથી
હું કટાઈ ગયેલ લોખંડના સળિયા પાછળ બંધ નથી
એની બહાર પડછંદ પહેરેદારોનો પહેરો નથી
કે એમની પાસે વિકરાળ, લાળ લબડાવાતા
કુતરાઓનો કાફલો નથી.
ના, હું નથી જેલ માં કે નથી કોઈ કાળ કોટડીમાં
તોય મારા પગમાં બંધાઈ છે સાંકળો
મારા હાથમાં પડી છે બેડીઓ
ન જોઈતી ઉભી કરેલી જવાબદારીઓની
અંત:કરણ સાથે કરેલી સમજુતીઓની
સમય અને સંજોગાના ઢાંચામાં ઢાળેલા સત્યની
જુઠાણું જીવ્યાના એહસાસની
-ભરત શાહ

ખંડેર

અપેક્ષાઓના મીનારા કકડભૂસ થયે
ખંડેરમાં.......
કહે છે ઉડતી ડમરીમાં
તું મારો ચહેરો સ્પષ્ટ ભાળે છે.
પાગલ !
આવ મારા પ્રેમ ની મઝાર પર
સહાનુભૂતિનો દીપક આજેય
અખંડ બળે છે.
ભરત શાહ

Thursday, April 19, 2012

યદા યદા

યદા યદા હી ધર્મસ્ય
કહી તું તો ખરો થઇ ગયો છે અદ્રશ્ય
રઘુકુલ વાળાની વાત અલગ,
તું તો કૃષ્ણ, પોલીટીશ્યન
તારા વચનમાં હતું કંઈ તથ્ય ?

હા, હા, સમજી ગયો તારું સત્ય
રક્ષવાને રહ્યા નથી સાધુ
ને દુષ્ટ તો આમેય કાઢવાના છે એકબીજાનું કાઠું
એટલે આ યુગે ફેરો ખાવાનું નથી કંઈ રહ્યું અગત્ય
-ભરત શાહ

વૃક્ષ

ઘટાદાર વૃક્ષને ધરાશયી કરી
એક કામદાર એના થડીયા પર ઢળી
પીતો હતો આરામથી બીડી.
એકાએક એને ચઢી
ખાંસી વણઅટકી.
જોઈ એની સ્થિતિ દયાભરી
ડાળીઓ, જે હજુયે રહી હતી તરફડી
બિચારો!
કહી રડી પડી.

ન જાણે ક્યાંથી
આવે છે આવા મડદાલ
લઈને જીવલેણ માંદગી
કહેતી એક રીક્ષા, વણઅટકી
ભરી ગઈ શ્વાસમાં એના
ઝેરી ધુમાડી
-ભરત શાહ

Saturday, April 14, 2012

વિતાવ્યું જીવન પ્હેરી મ્હોરાં અનેક
પ્હેરાવશો ના નિરર્થક નવાં અનેક
કરી નહીં શકું હવે હસવાનોય વિવેક
ભરત શાહ

Friday, April 13, 2012

મા

નિહાળું છું દીકરીને
બે વરસના પૌત્રની
સહેજ કચડાયેલી
આંગળી પર
ચિંતિત થઇ ફૂંક મારતાં.
ને, ગુન્હાહિત લાગણીઓના
ભારથી કચડાતાં,
ચીખું છું દર્દથી,
"મા"

-ભરત શાહ

Wednesday, April 11, 2012

આભાર

આભાર, કહ્યું
તારાના ઝૂમખાંએ
અંધકારને
-ભરત શાહ

Sunday, April 8, 2012

વાત

પત્ની: દેવ આનંદ સ્ટાઈલના તારા વાળના ગુચ્છાને હવામાં લહેરાતો જોઈનેજ હું તો તારા પ્રેમમાં પડી ગઈ હતી... અને તું ?
પતિ: તું મને જોવામાં આટલી મશગુલ હતી એ વિચારે તે સમયે હું તો મારામાંજ મસ્ત હતો. તને જોયાનું યાદ પણ નથી.
પત્ની: શું વાત છે !!!
પતિ: તારે મન વાત... મારે મન એક મોટી દુર્ઘટના છે !!!!
-ભરત શાહ

નવરાશ

લઇ ને હાથમાં ફૂલ
ઉભો છું રાહમાં તારી વાસંતી.
આવજે..મળે સમય ત્યારે
કાગળના ફૂલોની કલગી
કદી નથી કરમાતી
-ભરત શાહ

Saturday, April 7, 2012

પ્રેમ?

પ્રેમની હોય પળો
હાથ એમાં કોઈનો
ફરે શિરે હુંફાળો
ને હસી ઉઠે ચહેરો ભોળો
તો એમાં બેસાડવાનો
શું કોઈ તાળો
કે આ ખરેખર પ્રેમ છે
કે વાસનાની છોળો

આઠ પ્રહર અને ચોસઠ ઘડી
રહીયે જો પ્રેમમાં જ, માની લો
તોય છીએ માનવી
આવશે કંટાળો
મળી છે જે પળ માણો
કરી વિચારો વાહિયાત કે સવાલો
ના જિંદગી માં ઉભો કરો ગોટાળો

ના આવી રાસ
સંબંધોની સાંકળો
તો તોડી, કરી દો
મારગને મોકળો
છે પ્રેમ એક દરિયો
છે એમાં ઘણી મોજો
ને છે એટલીજ છોળો
-ભરત શાહ

Sunday, April 1, 2012

एक तो पैरमें घुसा, जब में चीखा
तो, बेशर्मीसे वो हँसा
मैंने भी उसे बड़ी बेरहेमीसे
बहुत बुरी तरहसे कोसा

घड़ी दो घड़ी की है ये दशा
भर जाएगा घाव ऐसा
रहेगा ना कोई उसका निशाँ
मै तो हूँ एक कंटक, उसने कहा ,
नहीं काटता, काटता है जैसे इन्सां

-भरत शाह

Wednesday, March 21, 2012

મારા મૃત્યુ વખતે એટલું હસજો કે રડી પડાય.
-ભરત શાહ
"આજે કહે છે... કેટલો ચાહતો'તો તું મને.. આ ઘરડા ઘોચું, શાંતુ શેઠ ની થઇ ગઈ ત્યારે?"

"મોકો જોયો એટલે તો આજે... "

"ખાલી એકજ વાર તેં તે વખતે કહ્યું હોત... તો આ રાગિની બધું છોડી તારી સાથે ભાગી ગઈ હોત.."

"એજ ને... તારી પાસે તે વખતે હતું શું ?"

-ભરત શાહ
સ્મશાનમાં મૃત્યુ નો વિશાદ હોતો નથી. ડાઘુઓને ઘેર જવાની ઉતાવળ હોય છે.
-ભરત શાહ
"ઉપર આવવું છે કે ?".... મોડી રાત સુધી ટીવી જોઈ રહેલા પતિને ઉપરના બેડરૂમમાંથી પત્નીએ ટહુકો કર્યો.
"મારે વાર છે... તારે જવું હોય તો જા... તારી બા મળે તો એને મારા જે સોમિનારાયણ કહેજે "
-ભરત શાહ

Friday, March 16, 2012

બંધન

ચાર દી ની છુટ્ટીમાં
બાંધેલું બંધન
બન્યું બંધન
જેમ કંકણ

શરૂમાં ખણખણ
પછી, નંદવાય ક્ષણ ક્ષણ

ભરત શાહ

શરૂઆત

રહેવા દે
ન શોધીશ કારણ
જુના પત્રોમાં આપણા
સંબંધોની શરૂઆતનું

નહીં મળે અક્ષરમાં
રહ્યું નથી જે અંતરમાં

-ભરત શાહ

Monday, March 12, 2012

સુર્યાસ્ત

"ચાલ પેલી ટેકરીએ જઈએ"

"તારાથી એટલું ચલાશે" એનો હાથ, હાથમાં લેતાં ડોસીએ પૂછ્યું.

એણે એની આંખોમાં આંખો પેરવી.

એ કંઈ કહે તે પહેલાંજ મુસ્કુરાતી બોલી. " ખબર છે ..ખબર છે. આપણીજ પાડેલી આ પગદંડીઓ છે... એમને ? એના પર પગલાં માંડતાજ રોમ રોમમાં જોમ ઉમટે છે .. એ જ ને?"

"પહેલાં તો હું અડધું વાક્ય બોલું ને તું પૂરું કરતી. હવે તો શરુ કરું એ પહેલાં જ.." ડોસાએ એની હથેળી હળવાશથી એની મુઠ્ઠીમાં જકડી. એ વહાલથી એની તરફ સરકી.

" એવું લાગે છે જાણે કાલે જ એ ટેકરી પર બેસી સૂરજને પશ્ચિમની ક્ષિતિજમાં ડૂબતો જોતાં." એના સાનિધ્યે ડોસાને ભૂતકાળની સ્મૃતિઓથી ઘેર્યો.

"હા..આકાશમાં રંગોળી પૂરાતી..આ તળાવ પણ જાણે કેસૂડાના રંગે છલકાતું. ધરતીને છેડેથી સોનેરી સેરોની લ્હાણ પીરસાતી. સુંદરતાના વધુ એક સ્વાંગે ધરતી સજતી"

"તારા જેટલી નહીં પણ.. આજેય જોને કેટલી સોહે છે." એ ઉભો રહી ગયો. એને જોઈ રહ્યો. શરમની એક લહરી ડોસીના ગાલની કરચળીયોમાં સરકી. એની પલકો ઢળી. ગાલમાં ગુલાબી ના જાણે ક્યાંથી આવી !

"ઘરડો થયો પણ..." ખોટો ગુસ્સો કરતાં એ તડુકી." "તને તો સુર્યાસ્ત જોયા વગર નહીં ચાલે પાછું ..ધીમો પડી ગયો છે. ટેકરી પર સમયસર પહોંચશે?" ડોસીએ ચિંતા વ્યક્ત કરી.

ડોસાએ પગ તો ઉપાડ્યા પણ રોજ કરતાં ભારે લાગ્યા. ચાલવામાં શ્રમ વધુ પડ્યો

" થોડીક વધુ વાર...થોડીક...અંધારું થતાં આજેય કરગરવાનો?" ટેકરીએ પહોચતાં ડોસીના સ્મરણપટ પણ દ્રશ્યોની વણઝાર ચાલી.

"ના, આજે નહીં.. હમણાં નહીં.. મમ્મીનો વાંધો નહીં.. ડેડી તો ખબર પડશે તો.." ડોસીના શબ્દોની મજાકભરી નકલ કરતાં એ હાંફ્યો..ઉધરસ ચઢી.

"સુરુ... સુરુ શું થાય છે તને?" ચિંતાથી એના મુખમાંથી ચીસ નીકળી ગઈ. "અમથા આવ્યા ટેકરીએ... ઓપરેશન કરાયે હજુ તો બે મહિનાય નથી થયા"

" સાવ ગભરુ છે..હાઈસ્કૂલના દિવસોથીજ.. કંઈ નથી થવાનું , જરાક શ્વાસ ચઢી ગયો એમાં તો.. " ખિસ્સામાંથી પડીકાં કાઢતાં એ કહેતો હતો.

"આ તારા..મારી મીનૂના.. બબલુને આપજે... મારી બા મને પહેરાવતી" બાળમુકુન્દની પ્રતિમા સોનાના સિક્કામાં અંકિત કરેલ પેન્ડલ હતું.

"અને આ તારા માટે" બાળમુકુન્દની પ્રતિમાને જુએ તે પહેલાં તો એને બીજી વસ્તુ એના હાથમાં સરકાવી.

"ઓહ સુરુ.." હીરા જડિત ક્રોસ..આપણાં લગ્નમાં મારે ખરીદવો અને પહેરવો હતો તે જ." ઢળતી સાંજે એને લગ્ન નો દિવસ સાંભરી આવ્યો. એ જોઈ રહી..ગદગદ થઇ ગઈ

"જેનિફર..લગ્ન સમયે બધાની ધાકે ન મેં એ ખરીદ્યો કે આજ સુધી સૌનું મન અને માન રાખવા તેં કોઈ બીજો પહેર્યો. આજથી ગળે આજ પહેરજે"

"સુરુ...." ક્રોસ પહેરતા એના શબ્દો તરડાતા હતા. આંખોમાંથી આંસુઓની વણઅટકી ધાર વહેતી હતી.

" મારી આ નબળાઈ અને કાયરતા માટે જીવનભર એક હરફ સરખો તેં ઉચ્ચાર્યો નથી." અશ્રુના ધોધ સાથે એ જેનીફરના ખોળામાં ઢળી પડ્યો.

"સુરુ.. સુરુ.. ઉભો રહે હું કોઈને બોલાવું.." જેનિફર હિબકાં ભરતી હતી.. બિલકુલ અસમંજસ થઇ

સુરુની આંખો આજે પશ્ચિમમાં ઢળતા સુરજને જોઈ રહી ન હતી. એની નજરમાં જેનીફરના અંતરનું સૌન્દર્ય સદાને માટે અંકિત થઇ ગયું હતું.

-ભરત શાહ

Sunday, March 11, 2012

ડબલ સવારી

બસ, ફરી એક વાર લઇ જા
મને ગામને તળાવ
સાયકલ પર ડબલ સવારી
છાંયડે વડને બેસી કરીએ વાતો
હું સાંભળું તારી ને તું મારી
બસ એજ
-ભરત શાહ

મૌન

ચાલને થઇ મૌન,
રમીએ...
નિષ્પલક આંખમાં
એકમેકની નીરખીએ.
મટકું જે માંડે
પહેલું, એ હારે
હારીને ય
ખડખડ હસીએ.

ચાલને, ચઢાવીએ
જીતવાની જીદ
ઊંચી અભરાઈએ
મૌન થઇ
એકમેક માણીએ.
ચાલને થઇ મૌન,
રમીએ...
-ભરત શાહ

Friday, March 9, 2012

દેવદાસ

ઘણા વર્ષે લીધી ટ્રેન
ને ગામ તારું આવ્યું
થયું ઉતરી જાઉં
કરી ટાંગો
વચન આપ્યું'તું તેમ
ઘેર તારી આવું
બસ એક વાર
બસ એક વાર
કહી દઉં વાત
મારા દિલની
પારો..
પારો...
પારો..
આટલો નશો સારો નહીં
તે ય આ સસ્તા બેવડાનો?
સાંભળ, સાંભળ
ભાનમાં છે ને ?
હું સાઈગલ નથી
નથી દિલીપકુમાર
કે શાહરૂખ
પછી થયું
કાલ સુધી બીજી ટ્રેન
મળે તેમ નથી..
ફરી ફૂરસતે.. કોઈ વાર
ચંદ્રમુખીને રાહ
ન જોવડાવાય
બ્લુ લેબલ સાથે

- ભરત શાહ

Sunday, March 4, 2012

बाजपाई पड़े है चारपाई
व्यस्त है मोहन-गांधी रोकने में
इधर उधर चलती रहती हाथापाई
कर लेने दो राहुल को अभी थोड़ी कमाई
फिर देखना होती है कैसी रामदेव की धुलाई
है उसके पास करोंडो तो क्या
वो भी किसीसे कम नहीं है भाई
सूना है स्वीट्ज़रलैंड में मिलती है
उन्हें हररोज मलाई ही मलाई
करे हज़ारे हज़ारो अनशन
देदे अपनी जान लेने पीड पराई
फर्क नहीं पड़ने वाला है कोई
नेता तो क्या यहाँ तो चपराशीभी
छोड़ता नहीं है मुफ्त में मिलती पाई
कोंग्रेस, बीजेपी, जनता दल के फिर
हो एरी गेरी पार्टी कोई
सोचता नहीं कोई देश की भलाई
सोचेगा भी क्यों
जब जनता ही नहीं समज पाती
कौन करता है देशभक्ती और कौन भवाई
भरत शाह
Godhra

Saturday, March 3, 2012

क़र्ज़ होता है हम पर उस माँ का जो हमें जीवन देती है और उसको जारी रखने के लिए जान भी देने तैयार रहती है

क़र्ज़ होता है हम पर उस पिताका जो हमारा जतन करता है और जीनेकी राह दिखाता है

क़र्ज़ होता है हम पर उस मिट्टीका, उस देशका जिसकी हवाओमे हम साँसे लेते है, जिसकी नदीयोंसे हमारी प्यास बुज़ाते है, जिसकी फसलोंसे ताकत हांसील करते है; जो मिट्टी कर्मभूमी बनकर हमारे खानदान को आगे बढानेका हौसला देती है, मौक़ा देती है

है कोई ऐसा गुरु, संत, साधू, स्वामी, शेख, महंत, मौलवी, मुनी, महाराज, इमाम, प्रीस्ट, पादरी, पेस्टर, आचार्य, आयातौला या जो भी, जो ये सब करता है ओर कर सकता है ?

Tuesday, February 28, 2012

સંબધોના શુષ્ક રણમાં હતું
રહસ્ય પ્રેમનું તારા, વીરડી મીઠી.
બન્યું મૃગજળ, શું તેથી ?
તરસની અમને તો આદત
ગઈ છે પડી
- ભરત શાહ

Sunday, February 26, 2012

દાન

કોઈ પણ.... કોઈ પણ અપેક્ષા વગર, કોઈ ને માટે વદેલા સદવચન, ફાળવેલો સમય, વાપરેલું ધન કે કરેલો પરિશ્રમ એ સાચું દાન છે. બાકી તો બધો વ્યવહાર છે, વ્યવસાય કે ધંધો છે.
- ભરત શાહ

ખામોશી

શું કરવાના
કાફલા શબ્દોના, જ્યાં
જીતે ખામોશી
-ભરત શાહ

Monday, February 20, 2012

રેફ્રીજરેટર

આરોગી અન્ન વાસી, આંખ એમની રાતી, તબિયત ડાંવાડોળ થઇ હશે
કો' મુક્તિ બહેનીથી જગતમાં, રેફ્રીજરેટરની ત્યારેજ શોધખોળ થઇ હશે
ભરત શાહ

Monday, February 13, 2012

મૌન

મૌન ! ગુન્હાનો
એકરાર, તો કદી
સજા આકરી
- ભરત શાહ

Saturday, February 4, 2012

ઢળતી શર્મે
પાંપણ શોધે, મુર્ખ !
આ મયખાને
- ભરત શાહ

Tuesday, January 31, 2012

દીકરી

નીકળી નદી
થઇ, બનવાને
વ્હાલ દરિયો
- ભરત શાહ

દીકરી

India deadliest place
in world for girl child-
The Times of India
January 31, 2012

શું જાણે સાચો,
પ્રેમ પુરુષ ? વિના
વ્હાલી દીકરી
- ભરત શાહ

Sunday, January 29, 2012

હાસ્ય, રુદન
એકાંતે, પ્રભુ ઈચ્છું
ના દુશ્મનને.
- ભરત શાહ

Tuesday, January 24, 2012

અમદાવાદી આશ્વાસન

અણમોલ છે
આંસુ તમારા, રુઓ
ના ફોગટમાં

ભરત શાહ
ઉડ્યું જાળેથી
પંખી. શું જમાનો છે !
કહ્યું સૈયાદે
ભરત શાહ
સ્મરણ ભર્યા
છે ઠાંસી ઠાંસી,ફક્ત
છબીઓ માંહી
ભરત શાહ

Sunday, January 22, 2012

ઓળખ

કઈ ઓળખ
આપું? કયું મ્હોહરું
જોયું'તું છેલ્લે?
ભરત શાહ

Sunday, January 15, 2012

મૃગજળ

રણ તો ઠીક,
નૈને ય ઉભરાય
છે, મૃગજળ.
--ભરત શાહ

ચઢ ઉતર

મુકો ઢીલ કે ખેંચો , પેચમાં
પતંગે એક, આખરે કપાવું રહ્યું
ચઢ ઉતરનાં આ જંગમાં
ચઢે ઉપર એક, તો બીજાને
નીચે આવવું તો રહ્યું

-ભરત શાહ

Wednesday, January 4, 2012

છબી

છબી લટકે,
મા,પા,ની ધૂળભરી
શહીદ સમ
-ભરત શાહ