ધબક્યું હશે હૃદય મારું, પ્રથમ
વહ્યું હશે જેવું રુધિર
એનું નસ નસમાં મારી.
લહેર્યા હશે આનંદથી
રોમ રોમ એનાં
આવવાની આશમાં મારી .
કર્યા હશે સહન, હસી
દર્દ, દુ:ખ કેટલાંય.
ને,નાનકડી લાતો મારી
એનુંજ હૈયું,
ધબકી આખરી વાર
અટક્યું હથેળીમાં મારી.
એ વહેલી સવાર
હતું જે ક્ષણ પહેલાં
ન હતું થઇ ગયું
નજર સમક્ષ મારી
હા, મેં સાંભળ્યું રુદન શ્વાનનું
ને, ના જાણે ક્યાંથી સરી પડી
અશ્રુની ધાર
આંખોમાંથી મારી
ક્ષણ પહેલાં, યાચી ક્ષમા
રૂક્ષતા,અવગણના,નાદાની
ને અગણિત ભૂલોની મારી,
માંગતો'તો
ઈશ્વર પાસે મૃત્યુ જેનું
પીડા વિહીન, અલૌકિક આનંદે
એજ ઈશ્વરને પૂછી બેઠો
બસ આજેજ, આજેજ
પહેલી વાર, તને સમય મળ્યો
વિનંતિ સુણવાનો મારી ?
કહે છે નાથ સૌ એને
બસ એક કારણે
છે એનામાં શક્તિ
ગમે ત્યાર્રે કોઈને પણ
અનાથ કરવાની
-ભરત શાહ
Bharatbhai: very touching ... very poignant. ... Chandresh
ReplyDelete