એ ગલી ને નાકે
ચ્હા ની રેંકડી પાસે
હું ભાંગી પડ્યો
બસ ત્યાં થી જ
તને કર્યા છેલ્લા જુહાર
તારા વગર હવે
ક્યા ભટકવાનું?
નાનીયાના ટેણીયાએ
પૂછ્યું કાકા ચ્હા બનાઉં?
ના બેટા,
અડધી અડધી
કરનારો તો ગયો.
કાકા, આજે તો આખીજ
પી નાખો
બાપુ કરતા
તમારી અડધી ચ્હા
ને આખી દોસ્તીની વાતો
જીવ્યા ત્યાં સુધી
રોજ આવજો
પીવા
જીવો ત્યાં સુધી
અડધી અડધી ટિકિટે
વડોદરા સિનેમા જોવા
શાળામાંથી કેવા
છટકતા
એવી બધી
વાતો કરવા
ભરત શાહ
ચ્હા ની રેંકડી પાસે
હું ભાંગી પડ્યો
બસ ત્યાં થી જ
તને કર્યા છેલ્લા જુહાર
તારા વગર હવે
ક્યા ભટકવાનું?
નાનીયાના ટેણીયાએ
પૂછ્યું કાકા ચ્હા બનાઉં?
ના બેટા,
અડધી અડધી
કરનારો તો ગયો.
કાકા, આજે તો આખીજ
પી નાખો
બાપુ કરતા
તમારી અડધી ચ્હા
ને આખી દોસ્તીની વાતો
જીવ્યા ત્યાં સુધી
રોજ આવજો
પીવા
જીવો ત્યાં સુધી
અડધી અડધી ટિકિટે
વડોદરા સિનેમા જોવા
શાળામાંથી કેવા
છટકતા
એવી બધી
વાતો કરવા
ભરત શાહ
No comments:
Post a Comment