Friday, December 20, 2013

દબાયેલા

"વ્યવસ્થા થઇ વીસ હજારની?"
"ધંધા પર ઘરાકના દેખતાં વાર તહેવારે ઉઘરાણી કરવી નહીં."
"પાંચ વર્ષે આપેલા પૈસા માંગ્યા એમાં ગુન્હો કર્યો એમ ને?"
'ધીમે બોલ, ધાડ નથી મારી. સંબંધમાં લોકો કેટલું ય ઘસાય."
"ઘણું ઘસાયા...અહીં બોલાવ્યા, ઘરમાં રાખ્યા, ધંધો અપાવ્યો... "
" તે ? પગ પુંજું ? જિંદગીભર દબાયેલો રહું?"
"દબાયેલા ને તમે? પોતાના પૈસા માટે કરગરે છે કોણ?"
"કરગરવુંય પડે."
"તો.... તો, કોર્ટમાં ય જવું પડે."
"જાને...પૈસા તારી મા જણીને આપ્યા છે, મને નહીં. યાદ રાખજે."

No comments:

Post a Comment