"મણીબાઈ આવ્યા છે. મુંડન કરવા."
પાલીની દીકરી કહી ગઈ.
"ખબર નહીં, ચૂડીઓ તોડવા તૈયાર થયા કે નહીં.
મુંડન માટે એમને કોણ કહેવા જશે?"
"રીવાજ છે. કો'કે તો કહેવું જ પડશે ને?
ગોરાણી જાય ત્યારે."
"મારું કામ નહીં. ચૂડીઓ માટે વિવેકથી મારી એમણે
વાત સાંભળી. હવે બીજા કોઈ ઘૈડીયા ને ક્હો."
"કોણ બેઠું છે એમની પાસે?"
"કોઈ નહીં. જીવણભાઈની છબી આગળ દીવો કરી બેઠા છે.
છુટા વાળ છે. કપાળે સુરજ જેવડો લાલ ચાંલો છે."
"વિલાપ?"
"જરાયે નહીં. બંધ આંખે જાણે ધ્યાન ધરતા હોય.
જીવણલાલ ને ય રડાકૂટ પસંદ નો'તી. "
"બૈરાંમાં તો બેસવું પડશે ને?"
"મનીયાને કહીએ ત્યારે.એનું કહ્યું બધું કરે છે "
"બાપ વગરનો, દાધાબળ્યો. એ શું સમજે
ધરમ,સમાજ ને રીવાજ ?"
" પોપટની જેમ ભણાવી ને મોકલો."
"મનીયા, કહ્યું એમ બાને કહીશને?"
"બા બોડી થશે ને ચાંલો નૈ કરે તો દાદા પાછા આવશે?"
" હા, આવશે."
"તો પપ્પા કેમ નથી આવતા? મમ્મી ચાંલા ને વાળમાં
બા જેવી સરસ ના લાગે?"
"પણ મનીયા, રીવાજ તો પાળવા જ પડે."
" બા મમ્મીને રોજ ક્હે છે કે એ ગાંડી તે ગાંડા રીવાજ પાળે છે."

No comments:
Post a Comment