Wednesday, June 27, 2012

અહં

પ્રવેશ્યો નવા ઘરમાં આલીશાન
લઇ ઠસોઠસ અહં ભરેલ સામાન
રહી ગયો વિવેક  જાણે કયે કામ
જુના જર્જરિત ખખડધસ મકાન !
-ભરત શાહ

Saturday, June 23, 2012

સ્વપ્ન

હતું મંદિર
ખાલી, ને દવાખાને
તું . કેવું સ્વપ્ન ?
-ભરત શાહ

गुमशुदा

चले तो बहुत
न छोड़े कहीं लेकीन कदमों के निशाँ
सोचकर, हो जाए शायद कोई गुमशुदा

सूना है राह से हमारी जो कोई गुजरा
कर लिया हांसील उसने अपना मूकाँ

ये कैसे हुआ ?पूछा तो उन्होंने कहा
पता पहलेसे था हमें, जाना था कहाँ
भरत शाह

સ્વર્ગ-નર્ક

આપણા કરેલા કર્મોના પરિણામ જોઈ થતો અલૌકિક આનંદ એ જ સ્વર્ગ
આપણા કરેલા કર્મોના પરિણામ જોઈ અંતરાત્માને દુભાવતો ધેરો ગુન્હાહિત વિષાદ એ જ નર્ક
મૃત્યુ પછી અપ્સરાઓ સાથેની મજા કે નર્કના દાવાનળી દાહની સજાની વાતો પાયા વિનાની છે.

Sunday, June 17, 2012

ઈશ્વર અમર છે
જ્યાં સુધી દુ:ખ છે

મહેલ સમા ધર્મસ્થાનોમાં પ્રાર્થના થતીજ રહેશે
જ્યાં સુધી પીડા છે

આ દુ:ખ અને પીડાના કારણ મનુષ્યજ છે
આથી દુ:ખ અને પીડાનું કોઈ નિવારણ નથી

ઈશ્વર અમર જ રહેવાનો
માનવ સંસ્કૃતિમાં એનું સ્થાન નિશ્ચિત અને અચલીતજ રહેવાનું

Thursday, June 14, 2012


ધબક્યું હશે હૃદય મારું, પ્રથમ
વહ્યું હશે જેવું રુધિર
એનું નસ નસમાં મારી.

લહેર્યા હશે આનંદથી
રોમ રોમ એનાં
આવવાની આશમાં મારી .

કર્યા હશે સહન, હસી
દર્દ, દુ:ખ કેટલાંય.
ને,નાનકડી લાતો મારી

એનુંજ હૈયું,
ધબકી આખરી વાર
અટક્યું હથેળીમાં મારી.

એ વહેલી સવાર
હતું જે ક્ષણ પહેલાં
ન હતું થઇ ગયું
નજર સમક્ષ મારી

હા, મેં સાંભળ્યું રુદન શ્વાનનું
ને, ના જાણે ક્યાંથી સરી પડી
અશ્રુની ધાર
આંખોમાંથી મારી

ક્ષણ પહેલાં, યાચી ક્ષમા
રૂક્ષતા,અવગણના,નાદાની
ને અગણિત ભૂલોની મારી, 
માંગતો'તો
ઈશ્વર પાસે મૃત્યુ  જેનું
પીડા વિહીન, અલૌકિક આનંદે

એજ ઈશ્વરને પૂછી બેઠો
બસ આજેજ, આજેજ
પહેલી વાર, તને સમય મળ્યો
વિનંતિ સુણવાનો મારી ?

કહે છે નાથ સૌ એને
બસ એક કારણે
છે એનામાં શક્તિ
ગમે ત્યાર્રે કોઈને પણ
અનાથ કરવાની
-ભરત શાહ

સાગર

જલે સાગર
ને કે'વાય પર્વત
પિતા નદીનો
-ભરત શાહ

Sunday, June 10, 2012

सांस

है फासला जिन्दगी और मौत के बीच
सिर्फ सांसका
कोई जीता है जिन्दगी मर मरके हर सांस 
कोई मरता है जिन्दगीपे कर प्यार हर सांस
फ़ेसला करना है, लिये कैसे हर एक सांस
बेवफा है कमबख्त, कब जाये नहीं विश्वास 
भरत शाह

Friday, June 8, 2012

फौलादी जन्जीरोंसे बंधे रिश्तोंका टूटना है मुमकीन
मजबुरीयोंसे बंधे रिश्तोंको तोड़ना होता नहीं आसाँ
भरत शाह

एहसास

एक एहसास था दिल में, लिए जिसे उम्र गुजर गई
खयालोंमे तुम्हारे तन्हाइयां दुरसे ही गुजर गई

ये क्या हो गया, इत्तेफाक्से मुलाक़ात तुमसे हो गई
वो एहसासकी सुनहरी दुनिया टूट चकना चूर हो गई
-भरत शाह

Sunday, June 3, 2012

સારા ઘરની લેડીઝ

" અમારે ઇન્ડીયામાં સારા ઘરની લેડીઝ સ્ટોરોમાં સર્વિસ જ ના કરે" કેશિયર તરીકે કામ કરતી મારી પત્નીને એના એક સંબંધીએ કહ્યું
" અમારે અમેરિકામાં સારા ઘરના પુરુષ કરોડમાં ફ્લેટ વેચી ૬૦ લાખના દસ્તાવેજ પર સહી ના કરાવે" રીયલ અસ્ટેટની દલાલીનું કામ કરતા સંબંધીને મારી પત્નીએ કહ્યું
-ભરત શાહ

સુંદરતા

"ગુસ્સામાય તું સુંદર દેખાય છે" સ્ત્રીને એવું કહેનાર પુરુષ જુઠું બોલતો હોય છે. એને તમારી સમક્ષ અરીસો ધરવાનું કહેજો.
તમારી સુંદરતા તમારી આંખો સમક્ષ અદ્રશ્ય થયેલી જોવાશે.

wise old man

The day you admit your children know more than you do, you know you have become wise old man/woman.
Bharat Shah

તારે ભરોસે

"ભગવાન મેં તો બધું તારે ભરોસે જ મુક્યું છે" કહી
હું ઘરનું બારણું બંધ કરું છું.
બ્હાર ગોદરેજનું મોટું તાળું લટકાવું છું.
રોજના નિયમ પ્રમાણે મંદિર તરફ પ્રયાણ કરું છું
મંદિરમાં પગ મુકું છું ને ભગવાનને મૂછમાં હસતા જોઉં છું.
નમસ્કાર કરું તે પહેલાંજ ભગવાનનો અવાજ કાનમાં પડે છે.
"ચાવીનો ઝૂમખો તો બહારના તાળામાં લટકતો દેખાય છે"
હું એ જ ઘડીએ મંદિરમાંથી અંતર્ધ્યાન થઇ જાઉં છું.
મારા ખાસડાને ભગવાનને ભરોસે મૂકી
-ભરત શાહ

જળ ગાગર

સોહે પાંદડે
ભીની ઝાંકળ, એ
લૂવે પાંપણ

વહે સરિતા
ખળખળ,ને મૌન
ધરે કંકણ

લચ્કે ના કેડ
ચાલતાં, પગલામાં 
નૈ ઝણઝણ

સખિયું પણ
ના હસે, સતવે, શું
આવ્યા સાજણ?

રેને છલકે
નૈણા ને ભોર ભયે
જળ ગાગર
-ભરત શાહ

મહેમાન

બસ રાહ જોતા હતા
એમના જવાની.

થઇ ગયું બધું સુમસામ
નીરવ શાંતિની
ચાદર ઓઢી ઘર
સુઈ ગયું તમામ.
છવાયો અંધકાર.

આજે હતા ને કાલે નહીં
આવ્યા અશ્રુ તો યે
માનવા હજુયે મન
હતું નહીં તૈયાર.

ફરી પાછા આવશે તો?
લાગ્યો ક્ષણિક ડર
યાદ કર્યા ભગવાન
એવા હતા એ
મહેમાન
ભરત શાહ
આવે સામેથી,
ચાલે લચકાતી
મજાક કરતી
ખડખડ હસતી
મસ્ત પનીહારીઓની ટોળી

તાકું કેમેરો જેવો
બોલે સૌ સંગાથ 
કાના, કાંકરી લેને હાથ
ફોડવી હોયે તો ફોડ ગાગરી
નઈ તો  ફૂટશે તારી આંખ
ભરત શાહ

Saturday, June 2, 2012

પ્રેક્ટિકલ

"પતિ એટલે પરમેશ્વર" એ રેકર્ડ હવે ઘસાઈ ગઈ એવું નથી લાગતું?
સિવાય કે  રી મિક્ષ કરી ક્લબોમાં વગાડવાનું શરુ કરીએ.
ગરબાની વાતમાં આપણે કેટલા પ્રેક્ટિકલ થઇ ગયા છીએ !
મા ચાચર ચોકમાંથી પાર્ટી પ્લોટમાં ના આવી?  પાવાગઢના ટેકરેથી તંબૂમાં ના આવી?
ભરત શાહ

અત્તરને હાટ

"શું આપું સાહેબ?"
પૂછ્યું એક સુંદર સેલ્સ ગર્લે અત્તરને હાટ
"પ્રથમ મુલાકાતનો પમરાટ"
એ હસી ખડખડાટ.
-ભરત શાહ