પત્ની : આ ગલકા.. અને આ કાકડી, ખ્યાલ આવ્યો?
પતિ : બર્રાબર આવી ગયો.
પત્ની: બે ય લાવવાના છે. ગોટાળો નાં કરતા.
પતિ: ખરી છે, બે ય લાવવાના છે પછી ગોટાળો કરું એટલો બુધ્ધુ નથી.
પત્ની: ગલકા બે કિલો ને કાકડી એક કિલો લાવવાની છે એટલે
..............................
પત્નિ: મધર્સ ડે ની મારી મમ્મીને શી ગીફ્ટ આપીશ?
પતિ: સરસ સાડીમાં લપેટી તને પાછી આપી દઈશ
..............................
"ઉપર આવવું છે હવે ?"
મોડે સુધી નીચે ફેમિલી રૂમમાં ટીવી જોતા પતિને પત્નીએ પૂછ્યું
"તું તા'રે જા. મારે તો હજુ ઘણી વાર છે."
..............................
"ધીરે ચલાવ નહીં તો તારો બાપ પકડવા આવશે" એંશી માઈલની ઝડપે પ્હોંચેલા કાંટા ને જોઈ પત્નીએ કહ્યું
"ત્હારા બાપની બીક બતાવું તો કંઈકે અસર થાય" ઝડપ વધારતા પતિએ કહ્યું
..............................
પતિ: તારા મતે આદર્શ પતિ કોને કહેવાય?
પત્ની: તને....
....તો નહીં જ
ભરત શાહ
..............................
No comments:
Post a Comment