Saturday, April 27, 2013

મા....ઉન્ટ હાવર્ડ, ઓરેગન


મા....ઉન્ટ હાવર્ડ, ઓરેગન

ઉપર હું ,ને પવન,
સુસવાટા મારતો, થથરાવતો.
બીજું નહીં કશું.

"હજુ એવોજ રહ્યો ભૂલકણો,
ના કોટ ના સ્વેટર !"
ના જાણે ક્યાંથી આવી અથડાયો
કર્ણે મધુર રવ, પરિચિત
પણ ચિંતિત

તને આકાશ ઓરાડું ? પવનને પડકારું?
ઠંડી તારી કેમ ઉરાડું
છે ય અહીં, બીજું નહીં કશું !

કોણ? હું પૂછું ત્યાં તો હટ્યું વાદળ
હતું જે સુરજની આગળ
થઇ થોડીક ઉષ્માની લ્હાણ

" મા" તું ? મેં જોયું ચારે કોર, ક્ષિતિજ લગી
ના મળી કોઈ ભાળ
બસ, મંદ મંદ હસતી હતી ધરતી
પ્હેરી ડુંગરાઓની હારમાળ
બીજું કશું નહીં
-ભરત શાહ

No comments:

Post a Comment