છવાઈ ચોદિશ જ્યાં નફરતની નિગાહ છે
પૂછો ના આ ભૂમિને ક્યારે એનો તિઆહ છે !
હર નગરની નદીમાં રુધિરનો પ્રવાહ છે
હર ગામની સીમે ક્યાંક ખાંભી કે દરગાહ છે
હર ઘાવનો, કત્લેઆમનો, ખુદા ગવાહ છે
કુરુક્ષેત્રે કૃષ્ણ તો બીજે ઈશુ અલ્લાહ છે
માટીના મનુજ નો ક્યાં આ ગુનાહ છે
બનાયો જેને, એનેજ ક્યાં પરવાહ છે ?
-ભરત શાહ
Sunday, November 6, 2011
Tuesday, October 18, 2011
પાનખરનું પાંદડું
પડું પડું કરતુ પાનખરનું પાંદડું,
રંગ બદલી ધરાને
મેઘ ધનુષી રંગે રંગતું.
વાયરે તેજ, લય ખળ ખળ છેડી
ગીત આખરી મધુર છેડતું.
થઇ શુષ્ક પડતું,
કચડાતું કો' પગલે.
નહિ તો કો' બાળ ,
ખડખડ હસતું એને ઢગલે
પડું પડું કરતુ પાનખરનું પાંદડું
મરતાં મરતાંએ ધરતીને
રસાળ કરતું-
Bharat Shah
રંગ બદલી ધરાને
મેઘ ધનુષી રંગે રંગતું.
વાયરે તેજ, લય ખળ ખળ છેડી
ગીત આખરી મધુર છેડતું.
થઇ શુષ્ક પડતું,
કચડાતું કો' પગલે.
નહિ તો કો' બાળ ,
ખડખડ હસતું એને ઢગલે
પડું પડું કરતુ પાનખરનું પાંદડું
મરતાં મરતાંએ ધરતીને
રસાળ કરતું-
Bharat Shah
Monday, October 17, 2011
હિંદુ લગ્નમાં વરરાજા કોડિયાને પગના જોરે કચડી એના ટુકડા કરી નાખે છે. જુઈશ લગ્નમાં વરરાજા કાચના પ્યાલાને પગના જોરે કચડી એના ટુકડા કરી નાખે છે. આ સાદી અને સરળ વિધિનો હેતુ ગહન છે. જેમ કટકા કટકા થઇ ગયેલું માટીનું કોડિયું કે કાચનો પ્યાલો ફરી સાંધી શકાતો નથી એમ લગ્નનો આ પવિત્ર સંબંધ પણ એક વાર તૂટ્યા પછી સંધાતો નથી. આવેશની અસરનું જોર લગ્ન સંબધમાં અલિપ્ત રહે તેમાંજ પતિ-પત્નીનું શ્રેય છે
Thursday, October 13, 2011
Sunday, May 8, 2011
એક પત્ર
એક પત્ર
થયું લાવ જલાવી દઉં
જલી જશે એની સાથ
યાદ પુરાણી
ચાંપી સળી
પડ્યો પત્ર ફરસ પર
પ્રજ્વળી.
નમી નીચો, રહ્યો નિહાળી
આંખે અશ્રુભીની
અસફળ પ્રણય કહાણી
સર્યા આંખથી અશ્રુ, ને
જવાળા આખરી સમાણી
થયું, થવાને ભસ્મ ન દીધું શું
મુજ અશ્રુએ?
જોયું તો હતું
નામ તારું.
-ભરત શાહ
થયું લાવ જલાવી દઉં
જલી જશે એની સાથ
યાદ પુરાણી
ચાંપી સળી
પડ્યો પત્ર ફરસ પર
પ્રજ્વળી.
નમી નીચો, રહ્યો નિહાળી
આંખે અશ્રુભીની
અસફળ પ્રણય કહાણી
સર્યા આંખથી અશ્રુ, ને
જવાળા આખરી સમાણી
થયું, થવાને ભસ્મ ન દીધું શું
મુજ અશ્રુએ?
જોયું તો હતું
નામ તારું.
-ભરત શાહ
પ્રેમનું નાટક
જ્યાં જાઓ ત્યાં, જે મળે તે
કરે પ્રેમની વાતો.
કોઈ પ્રેમમાં પડ્યું છે
તો કોકને પડવું છે
કોઈને પ્રેમ મળ્યો છે
તો ખોવાયો છે કોઈનો
કોઈ પ્રેમના સ્વપ્ન જુએ
તો ભગ્ન થઈ કોઈ રુએ
કોઈને પ્રેમમાં મરવું છે
તો હરદમ કોઈ જીવવા ચહે
જાત જાતના પ્રેમ છે
માતૃપ્રેમ, ભ્રાતૃપ્રેમ, ભગીનીપ્રેમ,
પતિપ્રેમ, પત્નીપ્રેમ, પિતાપ્રેમ,
દેશપ્રેમ, ભાષાપ્રેમ, ધર્મપ્રેમ
પશુપ્રેમ, પક્ષીપ્રેમ, વૃક્ષપ્રેમ
વિશ્વપ્રેમ, માનવ પ્રેમ,
પ્રેમ.. પ્રેમ.. પ્રેમ.. પ્રેમ.. પ્રેમ,
તો પછી મહાભારત, ભાગ એક થી અઢાર
ને વિશ્વયુદ્ધ ભાગ એક, બે અને ટૂ બી કન્ટીન્યુડ કેમ ?
સાલું ખરું છે આ પ્રેમનું નાટક
પહેલેથીજ જુઠ્ઠું
કલાકારોય જુઓ
માળા એક એક થી ચઢીયાતા
.............ભરત શાહ

Sunday, May 1, 2011
અસહ્ય ભાર
તમે હતાં આતુર સુણવાને કંઈક
પણ કહી ન શક્યા અમે કંઈ.
તમે ક્યાં અને અમે કંઈ
દ્વિધામાં એ બસ ચુપ રહી ગયા કંઈક.
હવે આવી છે હામ કહેવાની કંઈક
ત્યારે, તમે છો ક્યાં એનીય
ખબર નથી અમને કંઈજ.
ખબર કોને, ખુલાસા આવા
રહી જશે કરવાના કેટલા કંઈ?
અને રહી જશે રહસ્યો
ઉરના ઉંડાણે દબાયેલા કંઈક.
નથી પીડા કે દર્દ દિલમાં
બસ, અણકહ્યા થોડાક શબ્દોનો
અસહ્ય ભાર છે કંઈક.
ભરત શાહ
પણ કહી ન શક્યા અમે કંઈ.
તમે ક્યાં અને અમે કંઈ
દ્વિધામાં એ બસ ચુપ રહી ગયા કંઈક.
હવે આવી છે હામ કહેવાની કંઈક
ત્યારે, તમે છો ક્યાં એનીય
ખબર નથી અમને કંઈજ.
ખબર કોને, ખુલાસા આવા
રહી જશે કરવાના કેટલા કંઈ?
અને રહી જશે રહસ્યો
ઉરના ઉંડાણે દબાયેલા કંઈક.
નથી પીડા કે દર્દ દિલમાં
બસ, અણકહ્યા થોડાક શબ્દોનો
અસહ્ય ભાર છે કંઈક.
ભરત શાહ
Sunday, March 27, 2011
વામણા નેતાઓ
સ્થાનિક રાજકારણ હોય, વૈશ્વિક રાજકારણ હોય કે પછી ભૌગોલિક; માનવ મુલ્યો અને તેના અધિકારોનું રક્ષણ કરવામાં નાના રજવાડા જેવા દેશોથી માંડી મોટી મોટી વિશ્વ સત્તાઓને પોતાના હિત સિવાય એક માનવના હિતમાં રસ હોતો નથી. આફ્રિકાના કોઈ ગરીબ દેશમાં વર્ષો સુધી હજારો માનવીઓની નિરંકુશ હત્યા સહેવાય પણ ખનીજ તેલથી અમીર થયેલા લિબિયા જેવા દેશમાં એ એક દિવસ પણ ન ખમાય. જ્યારે આદર્શોની વાત આવે છે ત્યારે વિશ્વના તખ્તા ઉપર અત્યારે એકેય માનનીય કે મહાન નેતા નજરમાં આવતો નથી. સૌ વામણા લાગે છે. આવી નેતાગીરી એ માનવ સમુદાય ઉપર ઈતિહાસનો શ્રાપ તો નથીને? - ભરત શાહ
આમ જોઈએ તો
આમ જોઈએ તો ચારેકોર પરિવર્તન છે.આમ જોઈએ તો બધું યથાવત છે.
જૂની નિશાળોના વહીવટ બદલાયા હશે. નામ એજ છે. નવી નિશાળો ખુલી છે. સાથે સાથે ટ્યુશન ક્લાસ પણ વધ્યા છે. કોઈ જાતના આંકડાની સહાય વિના ફક્ત સામાન્ય નિરીક્ષણથી કહી શકાય કે સ્થાપિત શિક્ષણ સંસ્થાઓમાં અપાતી કેળવણીમાં વાલીઓને કંઈક ઓછપ લાગે છે. એની ખોટ પુરવા માબાપ પોતાના અંગદ અને ઘરના ખર્ચામાં કરકસર કરીને પણ સંતાનોના ટ્યુશનના મોટા ખર્ચનો બોજ ઉઠાવે છે. શિક્ષિત માતા પિતા સમય કાઢી જે વિષયમાં પોતાને ખુદને સારી સમજ અને સૂઝ પડે છે એ વિષયો પોતાના બાળકોને જાતે શા માટે નહિ શીખવતા હોય એ સવાલનો કદાચ એકજ ઉત્તર હોઈ શકે. એમને એ ડર હોઈ શકે કે ટ્યુશન સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા શિક્ષકો એમના સંતાનો પ્રત્યે પરીક્ષામાં ગુણ આપતી વેળા કોઈ અન્યાય ન કરી બેસે. પરિણામમા, વિદ્યાર્થીઓ શાળામાં ફક્ત હાજરી પુરાવવા જાય છે અને પછી સ્કૂટરો ઉપર સવાર થઇ વહેલી સવારથી ટ્યુશન ક્લાસમાં કંઈક શીખવા જાય છે.
રમત ગમત, પર્યટન, કસરત, સાહિત્ય, સંગીત જેવી ઈતર પ્રવૃત્તિઓ માટે એમને સમય મળે છે કે કેમ એ પણ સવાલ છે.

Friday, March 25, 2011
બામરોલી રોડ
આમતો એ કંઈ ખાસ ન હતો
ખાલી લીમડો જ હતો.
પણ ખાસ્સો ઘરડો હતો.
બામરોલી રોડ ઉપર રહેતો હતો
બીજા સાતેક કુટુંબીઓ ભેળો.
એ બધાય ગામના ઘૈડીયાઓથીય
ઘરડા હતા, તોય જવાન લાગતા હતા.
કોઈ જાતની ખટપટ વિના જતા આવતા
વટેમાર્ગુઓને શીતલ છાય આપતા હતા.
એમના સુખ દુ:ખની વાતો ધીરજથી સાંભળતા હતા,
સાંભળી કદી આનંદે લહેરાતા તો કદી શોકે સ્તબ્ધ થતા.
કોઈના આંસુ પોછાવા માટે હાથ પગ વગર લાચાર હતા.
અસહાય હતા. પણ સહાનુભૂતિથી રેલમછેલ.
પશુ પંખીઓના આશરો તો ખરા જ
કેટલીય પેઢીઓના માળા એ સૌમાં ગુંથાયા હતા
વિખાયાં હતા અને ફરી ગુંથાયા હતા
પણ આજે એ ઘરડામાં ઘરડો લીમડો બહુજ વ્યાકુળ હતો.
એના ત્રણ કુટુંબીજનો ને તો સત્તાધારીઓએ ધરાશાયી કરી દીધા હતા.
ઝેરી ધુમાડા કાઢતા મોટ્ટા મોટ્ટા ખટારાઓના મારગમાં હતા એ.
મૌતનો એને ખોફ ન હતો. પણ એ પ્રાર્થના કરતો હતો.
હજુ બચી ગયેલા એના યુવાન કુટુંબીજનોના જીવન માટે.
ધીમ ધીકતા તાપમાં વટેમાર્ગુઓની ચામડી શેકાઈ રહી હતી.
એની આંખો એમની પીડાથી ભીંજાઈ રહી હતી.
બચી ગયેલા લીમડાઓ ઉપર ઈંડાઓથી ભરેલા માળાઓ પર એની નજર હતી.
એની આંખો દડદડી રહી હતી.
અરેરે! શું થશે નવી પેઢીનું ? એના હૈયામાંથી હાય નીકળતી હતી
પ્રકૃતિનું પાલન સત્તાધારીઓના કાયદામાં સરખું લખાયું છે કે નહિ?
એનો જવાબ મળે તે પહેલાં તો એની ડાળીઓ પર કુહાડીઓ વિંઝાઈ રહી હતી.
આસપાસ ભેગી થયેલી બાળકોની ટોળીની તાળીઓ એને સંભળાઈ રહી હતી.
નરી અણસમજને ?
એમને શી ખબર ઝેરી ધુમાડાને ગળી શ્વાસમાં પ્રાણ ભરતો વાયુ કોણ બનાવે છે?

Wednesday, March 16, 2011
Sunday, March 6, 2011
મળવાનું થશે?
યાદ પણ નથી છેલ્લે ક્યારે તમને જોયા હતા. સામે આવી ઉભા રહો તો ઓળખું કે નહિ તે પણ ખબર નથી.
તો ય ન જાણે કેમ તમારું નામ હોઠો પર આવ્યા કરે છે. સ્મિતની એ લહેર નજર સમક્ષ લહેરાયા કરે છે.
જ્યારે પણ જુના મિત્રો-પરિચિતો મળે, વાતવાત માં તમારા નામનો ઉલ્લેખ થઇ જાય છે
તમે ક્યાં છો, કેમ છો, શું કરો છો એ જાણવાનું મન થઇ જાય છે.
ન સમજાય તેવા મારા લગાવને, સ્વભાવની વિચિત્રતા સમજી તેઓ ખડખડાટ હસી કાઢે છે.
પછી એમ પણ થાય કે આ ગાંડપણ એક તરફી જ છે કે તમારી મનોસ્થિતિ પણ મારા જેવી જ છે
કોઈક અધુરી વાંચેલી કે સાંભળેલી કહાણીમાં જાણે મન પરોવાયેલું રહી ગયો હોય એવો એહસાસ થયા કરે છે
છેલ્લા બે ત્રણ પ્રકરણ વગરની નવલકથા કદી તમે લાયબ્રેરીમાંથી ચેક આઉટ કરી છે?
મનમાં કેટલાયે સવાલો છે. અને કાલ્પનિક જવાબો છે.
ન કહી શકાયેલી વાતનો વીષાદ છે અને હવે કહેવાની વાતના સંવાદનો રીયાઝ છે.
નક્કી કર્યું છે. મળવાનું થશે તો એ સંવાદ તમને જરૂર સંભળાવીશ.
પછી એ માટે મારે ગમે તેટલી હિંમત એકઠી કરવી પડે.
મારા શબ્દો તમને ગમશે કે નહિ એ મને ખબર નથી કે એની ફિકર પણ નથી
એક વાત આટલા બધા વર્ષો પછી સમજાઈ છે
પરિણામની ફિકર કરવામાં તો જીવન આખું વીતી જાય
સાહસ વગર સફળતા જ નહિ, સંબધો પણ શક્ય નથી

Friday, March 4, 2011
વાંધો નહિ
"હલો" ઘસઘસાટ ઊંઘમાંથી જાગી મેં સતત રણકતા ફોનનો જવાબ આપ્યો.
"અમથોજ ફોન કર્યો હતો. ઊંઘની ગોળી લેવાનું યાદ કરાવવા"
"વાંધો નહિ. આખી બાટલી લઇ લઈશ"
"ભગવાન કરે ને આવતા જન્મે તુ જ મારો વર થાય"
" શું વાત છે આજે, એકદમ?”
"તને જ માંડ માંડ પૂછડી હલાવતો કર્યો છે ત્યાં વળી…”
"બેબી એ પસંદ કરેલા છોકરા માટે મારી ચોખ્ખી ના છે"
"કેમ, સામેવાળાના કુટુંબમાં કંઈ ગરબડ છે?"
"એવું તો કઈ નથી….બેબી કહેતી હતી એ બિલકુલ તમારા જેવો છે"
તને પરણ્યા પછી કોઈ નિર્ણય જ લઇ શકાતો નથી.
કેમ, શું થયું?
ખબર નહિ. બહુજ ડર લાગે છે
ઝાડ કાપવાનો અનુભવ? છે ને સાહેબ...સહારામાં
એ તો રણ છે..
હોય જ ને સાહેબ, આપણું કામ એટલે ખ..લ્લા..સ
"અમદાવાદના બધા ડાક્ટર ગાયઝા છે" વાતમાં ને વાતમાં વાળંદે મને કહ્યું
"તો તું અહી શું જખ મારે છે?"
"પાર્ટ ટાઈમ જોબ"
"તમે કયા પક્ષેથી?" વાનગી થી ઠસોઠસ ભરેલી મારી થાળી પર આંખ અટકાવતા વડીલે મને પૂછ્યું.
"કન્યા પક્ષેથી, તમે ?" કોઈ પણ જાતના ખચકાટ વિના મેં સામો પ્રશ્ન પૂછ્યો.
"કન્યા નો બાપ છું હું ..."
"તારામાં અક્કલનો એક આંકડોય નથી."
"શું વાત છે, બિલકુલ મૌન, સામી એક દલીલ નહિ?"
"તારી સાથે લગ્ન કર્યા પછી એમાં કોઈ શંકા જ નથી"
"અમારે અમેરિકામાં ઘરમાં નોકર ના હોય"
"ઓહ માય , તો ઘરનું કામ?"
"હસબંડ હોય ને...."
લાંબી વાત ટૂંકમાં....ભરોસાની ભેંશે પાડો જણ્યો"
"એટલે શું?"
" એટલે કે તારો જન્મ થયો"
"કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા એવું તમારું કહેવું બહુ ગમ્યું, સર..."
"બહુ સરસ... ક્લાસને કહીશ કેમ?"
"જરૂર, બીજા કોઈ સર આટલી પ્રામાણિકતાથી આ વાત કબુલતાજ નથી"
"ભસતાં કુતરાં કરડે નહિ"
"એવું કોણે કહ્યું, કુતરાએ?"
"ના બળદ ... કોઈ ગધેડાએ"

સંબધોની અનિશ્ચિતતા
રેતીમાં લખ્યા વગર નામ
સમજાય કેમ સંબધોની અનિશ્ચિતતા
અનિલની શીતલ લહેરી એકાએક વંટોળ થઇ જાય તો ?
સાગરની શાંત લહેરોમાં નિરંકુશ જુવાળ આવી જાય તો ?
નામ પર કોઈના પ્રબળ પગલાં નિશાન પાડી જાય તો ?
સમજાય કેમ સંબધોની અનિશ્ચિતતા
અનિલની શીતલ લહેરી એકાએક વંટોળ થઇ જાય તો ?
સાગરની શાંત લહેરોમાં નિરંકુશ જુવાળ આવી જાય તો ?
નામ પર કોઈના પ્રબળ પગલાં નિશાન પાડી જાય તો ?
Sunday, February 6, 2011
કશ્મકશ
કશ્મકશ આ દિલ ની કહું કોને
જે સુણનારા છે તે ધરે ન કાને
અરમાં હતા કેટલાયે મનમાં
પાડીશું પગદંડી હર એક વનમાં
સંગાથ તો છે આજેય પરંતુ
સાથ મળે નાં એકેય કદમમાં
મસ્તી હતી ઓર પ્રેમ અગનમાં
જ્યારે નીતરતો તો નેહ નયનમાં
હવે તો બસ તણખા ઝરે ને
લ્હાય ઉઠે છે પુરા બદનમાં
અસર નથી આંસુ કે રુદનમાં
અર્થ રહ્યો કઈ નથી બંધનમાં
હૈયું હવે મારું મુક્તિ ચાહે
બંધાવું છોને પડે કફનમાં
કશ્મકશ આ દિલ ની કહું કોને
જે સુણનારા છે તે ધરે ન કાને
ભરત શાહ
જે સુણનારા છે તે ધરે ન કાને
અરમાં હતા કેટલાયે મનમાં
પાડીશું પગદંડી હર એક વનમાં
સંગાથ તો છે આજેય પરંતુ
સાથ મળે નાં એકેય કદમમાં
મસ્તી હતી ઓર પ્રેમ અગનમાં
જ્યારે નીતરતો તો નેહ નયનમાં
હવે તો બસ તણખા ઝરે ને
લ્હાય ઉઠે છે પુરા બદનમાં
અસર નથી આંસુ કે રુદનમાં
અર્થ રહ્યો કઈ નથી બંધનમાં
હૈયું હવે મારું મુક્તિ ચાહે
બંધાવું છોને પડે કફનમાં
કશ્મકશ આ દિલ ની કહું કોને
જે સુણનારા છે તે ધરે ન કાને
ભરત શાહ
મહોરા
આ હસતા મહોરા ચહેરા સાચા થશે ક્યારે?
છે આંસુઓમાયે આસ્વાદ લેશે ક્યારે?
આદત આંગળી ચિંધવાની પરાયા દોષની તરફે
પ્રતિબિંબ પોતાનું ફરી દરપણે જોશે ક્યારે?
આ દોડ આંધળી પકડવાની ન જાણે શું યે
પગ પથ ભટકે તે પહેલાં વિશામો આપશે ક્યારે?
આ લત ઈશ્વરમય થવાની જીવનની ઢળતી સાંજે
જામ એના પ્રેમના પી બેખુદ થવા દેશે ક્યારે?

છે બાકી
પ્રેમનો અહેસાસ કરવો છે હજુ બાકી
છલકાયા છોને જામ સેંકડો સાકી
મહેફિલને હર માનીને મંઝિલ છે સફર કાપી
પણ રાહ મંઝિલની હજુ છે શોધવી બાકી
આંસુ વહાવીને નયનો છે ગયા થાકી
સાગર દયાનો છલકવો તોય છે બાકી
યાદી પરિચયોની બનાવી છે બહુ લાંબી
એક નામ દોસ્તનું હજુ લખવાનું છે બાકી
શોધમાં સનમની છે જિંદગી કાઢી
એક આંખ જોવાને થકી છે ખોલવી બાકી
ભરત શાહ
છલકાયા છોને જામ સેંકડો સાકી
મહેફિલને હર માનીને મંઝિલ છે સફર કાપી
પણ રાહ મંઝિલની હજુ છે શોધવી બાકી
આંસુ વહાવીને નયનો છે ગયા થાકી
સાગર દયાનો છલકવો તોય છે બાકી
યાદી પરિચયોની બનાવી છે બહુ લાંબી
એક નામ દોસ્તનું હજુ લખવાનું છે બાકી
શોધમાં સનમની છે જિંદગી કાઢી
એક આંખ જોવાને થકી છે ખોલવી બાકી
ભરત શાહ
Friday, January 21, 2011
ઝંખના
મળવાનું કદી ન થયું
નથી થયો એક શબ્દ નો વ્યવહાર
તો ય કેમ લાગે છે વર્ષો વીતે
તમેજ છો મારો પ્રથમ પ્યાર
ન હતી અને નથી,શંકા.
કો એકાંત ક્ષણે, ર્હદયના ખૂણે તમારે ય
થાય છે આજે ય
નામનો મારા ઉચ્ચાર.
હું કોણ છું, જાણો છો તમે.
સંકોચ અને મૌન છે મારી ઓળખાણ
બસ કહું એટલું, છે ઝંખના
તમારી જેમ જ,
મળવાની એક વાર
ભરત શાહ
નથી થયો એક શબ્દ નો વ્યવહાર
તો ય કેમ લાગે છે વર્ષો વીતે
તમેજ છો મારો પ્રથમ પ્યાર
ન હતી અને નથી,શંકા.
કો એકાંત ક્ષણે, ર્હદયના ખૂણે તમારે ય
થાય છે આજે ય
નામનો મારા ઉચ્ચાર.
હું કોણ છું, જાણો છો તમે.
સંકોચ અને મૌન છે મારી ઓળખાણ
બસ કહું એટલું, છે ઝંખના
તમારી જેમ જ,
મળવાની એક વાર
ભરત શાહ
અણમોલ ભેંટ
ઘણા પ્રયત્નો કર્યા પછીય ઈશ્વર પુરુષના ર્હદયમાં નિર્મળ પ્રેમનું ઝરણું વહાવી ન શક્યો. છેવટે એને સફળતા મળી. એણે દિકરી નું સર્જન કર્યું. દિકરી એટલે ઈશ્વરની અણમોલ ભેંટ
Subscribe to:
Posts (Atom)