પડું પડું કરતુ પાનખરનું પાંદડું,
રંગ બદલી ધરાને
મેઘ ધનુષી રંગે રંગતું.
વાયરે તેજ, લય ખળ ખળ છેડી
ગીત આખરી મધુર છેડતું.
થઇ શુષ્ક પડતું,
કચડાતું કો' પગલે.
નહિ તો કો' બાળ ,
ખડખડ હસતું એને ઢગલે
પડું પડું કરતુ પાનખરનું પાંદડું
મરતાં મરતાંએ ધરતીને
રસાળ કરતું-
Bharat Shah
Tuesday, October 18, 2011
Subscribe to:
Post Comments (Atom)
ભરતભાઈઃ "જનનીની જોડ સખી નહીં જડે રે લોલ" નો આવો કૃતાર્થ પડઘો આંખને કોરી ના જ રહેવા દે ...
ReplyDelete