Friday, March 4, 2011

વાંધો નહિ

"હલો" ઘસઘસાટ ઊંઘમાંથી જાગી મેં સતત રણકતા ફોનનો જવાબ આપ્યો.
"અમથોજ ફોન કર્યો હતો. ઊંઘની ગોળી લેવાનું યાદ કરાવવા"
"વાંધો નહિ. આખી બાટલી લઇ લઈશ"


"ભગવાન કરે ને આવતા જન્મે તુ જ મારો વર થાય"
" શું વાત છે આજે, એકદમ?”
"તને જ માંડ માંડ પૂછડી હલાવતો કર્યો છે ત્યાં વળી…”


"બેબી એ પસંદ કરેલા છોકરા માટે મારી ચોખ્ખી ના છે"
"કેમ, સામેવાળાના કુટુંબમાં કંઈ ગરબડ છે?"
"એવું તો કઈ નથી….બેબી કહેતી હતી એ બિલકુલ તમારા જેવો છે"


તને પરણ્યા પછી કોઈ નિર્ણય જ લઇ શકાતો નથી.
કેમ, શું થયું?
ખબર નહિ. બહુજ ડર લાગે છે


ઝાડ કાપવાનો અનુભવ? છે ને સાહેબ...સહારામાં
એ તો રણ છે..
હોય જ ને સાહેબ, આપણું કામ એટલે ખ..લ્લા..સ


"અમદાવાદના બધા ડાક્ટર ગાયઝા છે" વાતમાં ને વાતમાં વાળંદે મને કહ્યું
"તો તું અહી શું જખ મારે છે?"
"પાર્ટ ટાઈમ જોબ"


"તમે કયા પક્ષેથી?" વાનગી થી ઠસોઠસ ભરેલી મારી થાળી પર આંખ અટકાવતા વડીલે મને પૂછ્યું.
"કન્યા પક્ષેથી, તમે ?" કોઈ પણ જાતના ખચકાટ વિના મેં સામો પ્રશ્ન પૂછ્યો.
"કન્યા નો બાપ છું હું ..."


"તારામાં અક્કલનો એક આંકડોય નથી."
"શું વાત છે, બિલકુલ મૌન, સામી એક દલીલ નહિ?"
"તારી સાથે લગ્ન કર્યા પછી એમાં કોઈ શંકા જ નથી"



"અમારે અમેરિકામાં ઘરમાં નોકર ના હોય"
"ઓહ માય , તો ઘરનું કામ?"
"હસબંડ હોય ને...."


લાંબી વાત ટૂંકમાં....ભરોસાની ભેંશે પાડો જણ્યો"
"એટલે શું?"
" એટલે કે તારો જન્મ થયો"


"કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા એવું તમારું કહેવું બહુ ગમ્યું, સર..."
"બહુ સરસ... ક્લાસને કહીશ કેમ?"
"જરૂર, બીજા કોઈ સર આટલી પ્રામાણિકતાથી આ વાત કબુલતાજ નથી"


"ભસતાં કુતરાં કરડે નહિ"
"એવું કોણે કહ્યું, કુતરાએ?"
"ના બળદ ... કોઈ ગધેડાએ"


લાંબી વાત ટૂંકમાં....ભરોસાની ભેંશે પાડો જણ્યો"
"એટલે શું?"
" એટલે કે તારો જન્મ થયો"

No comments:

Post a Comment