Sunday, August 8, 2010
નિર્ધન?
છે શરીર ઉઘાડું મારું છતાંયે હસું છું
નથી જાણતો પ્રભુને હું ખાસ
પણ કહે છે બધા,
હું એના ર્હદયમાં વસું છું
જુઓને તેથીજ આ કારમી ટાઢમાં યે
જરાયે ક્યાં થરથરું છું ?
છે ધરતી દીધેલ એની,અને આ અગન
હર એક શ્વાસમાં મારા, ભરે છે એ પવન
પીવાને જળ જ નહિ,દીધી છે સાથે
ખળખળ વહેતા ઝરણાની સરગમ
નહિ એક, દીધા છે બે બે નયન
નીરખાવાને અદભુત એનું સર્જન
કહે છે કોણ હું એક, બાળ નિર્ધન છું?
ભરત શાહ
Subscribe to:
Post Comments (Atom)
ભરતભાઈઃ અમીરાતની બારાખડી ઘણી ગમી. ... ચંદ્રેશ
ReplyDelete