Tuesday, August 11, 2009

ચુંટણી ૨૦૦૯

હરે ક્રીષ્ન, હરે ક્રીષ્ન !

યદા યદા કહી ગીતામાં છવાઈ ગયો
અને જોને આજે
હઝલમાં હાવ હવાઈ ગયો

આંખના પલકારે લાલા
સુદર્શન ચક્રે જરાસંઘ ચીરાઈ ગયો
અને જોને આજે
લલ્લુના બે બોલમાં કેવો બંધાઈ ગયો

કાલીંદીના જળમાં કાના
કાળીયો નાગ ઝેરીલો નથાઈ ગયો
અને જોને આજે
મતની મ્હોંકાણમાં કેવો ભરડાઈ ગયો

બતાવી મુખમાં બ્ર્હંમાંડ
માતા યશોદાને હેરતે હરખાઈ ગયો
અને જોને આજે
રાહુલની મા થી કેવો ભરમાઈ ગયો

ભરત શાહ
નોવાઈ, મીશીગન

3 comments:

  1. Congrats!Sensitive and inspiring poetry.Pl keep it up.
    Chandrakant Pujara

    ReplyDelete
  2. "નિશા"ના આગમને (મારું અનુમાન છે)બ્લોગમાં ઘણી રોનક આવી ગઇ (એક હકિકત છે!)!!

    ReplyDelete
  3. ચંદ્રેશભાઈ:

    તમારું અનુમાન બીલકુલ ખોટું છે. બધોજ ફેરફાર આ કમપ્યુટર ગમારે કર્યો છે. જોકે મોટી ધાડ નથી મારી. બધી સૂચનાઓ બ્લોગ કેવી રીતે બનાવવાનો એમાજ આપેલી છે.

    Dr. Pujara: Thanks

    ReplyDelete