સોયદોરો
અડધી સદી પહેલાં મારા દાદીમા એ મને કહ્યું હતું,
"સોયદોરાથી કાંઈક સાંધતાં કે ટાંકતાં શીખ. એક દિ' ખરે ટાણે કામ લાગશે"
"ઈ તો બાયડીયુંનું કામ" મારી ભાગી તૂટી કાઠિયાવાડી ગુજરાતીમાં મેં એમને કહ્યું હતું એવું મને આજે યાદ આવી ગયું.
આજે, મારા ટક્ષિડો ભેળા જતા ખમીશમાં બટન ટાંક્યા વિના મારી વાઈફ ધુંઆફુંઆ થતી, મને એકલો મૂકી, એની કારમાં પાર્ટી ભેળી થઇ ગઈ.
મારા દાદુ મેટલના રીમુવેબલ બટન ઝભ્ભા કે ખમીસમાં કેમ નાખતા એનો ભેદ આટલા વર્ષે ખુલ્યો. એવડા ઈ જાણે કે બાયડીયુનું ગમે તે ટાણે છટકે

No comments:
Post a Comment