Sunday, March 27, 2011

વામણા નેતાઓ

સ્થાનિક રાજકારણ હોય, વૈશ્વિક રાજકારણ હોય કે પછી ભૌગોલિક; માનવ મુલ્યો અને તેના અધિકારોનું રક્ષણ કરવામાં નાના રજવાડા જેવા દેશોથી માંડી મોટી મોટી વિશ્વ સત્તાઓને પોતાના હિત સિવાય એક માનવના હિતમાં રસ હોતો નથી. આફ્રિકાના કોઈ ગરીબ દેશમાં વર્ષો સુધી હજારો માનવીઓની નિરંકુશ હત્યા સહેવાય પણ ખનીજ તેલથી અમીર થયેલા લિબિયા જેવા દેશમાં એ એક દિવસ પણ ન ખમાય. જ્યારે આદર્શોની વાત આવે છે ત્યારે વિશ્વના તખ્તા ઉપર અત્યારે એકેય માનનીય કે મહાન નેતા નજરમાં આવતો નથી. સૌ વામણા લાગે છે. આવી નેતાગીરી એ માનવ સમુદાય ઉપર ઈતિહાસનો શ્રાપ તો નથીને? - ભરત શાહ

આમ જોઈએ તો

આમ જોઈએ તો ચારેકોર પરિવર્તન છે.આમ જોઈએ તો બધું યથાવત છે.

જૂની નિશાળોના વહીવટ બદલાયા હશે. નામ એજ છે. નવી નિશાળો ખુલી છે. સાથે સાથે ટ્યુશન ક્લાસ પણ વધ્યા છે. કોઈ જાતના આંકડાની સહાય વિના ફક્ત સામાન્ય નિરીક્ષણથી કહી શકાય કે સ્થાપિત શિક્ષણ સંસ્થાઓમાં અપાતી કેળવણીમાં વાલીઓને કંઈક ઓછપ લાગે છે. એની ખોટ પુરવા માબાપ પોતાના અંગદ અને ઘરના ખર્ચામાં કરકસર કરીને પણ સંતાનોના ટ્યુશનના મોટા ખર્ચનો બોજ ઉઠાવે છે. શિક્ષિત માતા પિતા સમય કાઢી જે વિષયમાં પોતાને ખુદને સારી સમજ અને સૂઝ પડે છે એ વિષયો પોતાના બાળકોને જાતે શા માટે નહિ શીખવતા હોય એ સવાલનો કદાચ એકજ ઉત્તર હોઈ શકે. એમને એ ડર હોઈ શકે કે ટ્યુશન સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા શિક્ષકો એમના સંતાનો પ્રત્યે પરીક્ષામાં ગુણ આપતી વેળા કોઈ અન્યાય ન કરી બેસે. પરિણામમા, વિદ્યાર્થીઓ શાળામાં ફક્ત હાજરી પુરાવવા જાય છે અને પછી સ્કૂટરો ઉપર સવાર થઇ વહેલી સવારથી ટ્યુશન ક્લાસમાં કંઈક શીખવા જાય છે.

રમત ગમત, પર્યટન, કસરત, સાહિત્ય, સંગીત જેવી ઈતર પ્રવૃત્તિઓ માટે એમને સમય મળે છે કે કેમ એ પણ સવાલ છે.

ભરત શાહ

Friday, March 25, 2011

બામરોલી રોડ

આમતો એ કંઈ ખાસ ન હતો
ખાલી લીમડો જ હતો.
પણ ખાસ્સો ઘરડો હતો.
બામરોલી રોડ ઉપર રહેતો હતો
બીજા સાતેક કુટુંબીઓ ભેળો.
એ બધાય ગામના ઘૈડીયાઓથીય
ઘરડા હતા, તોય જવાન લાગતા હતા.
કોઈ જાતની ખટપટ વિના જતા આવતા
વટેમાર્ગુઓને શીતલ છાય આપતા હતા.
એમના સુખ દુ:ખની વાતો ધીરજથી સાંભળતા હતા,
સાંભળી કદી આનંદે લહેરાતા તો કદી શોકે સ્તબ્ધ થતા.
કોઈના આંસુ પોછાવા માટે હાથ પગ વગર લાચાર હતા.
અસહાય હતા. પણ સહાનુભૂતિથી રેલમછેલ.
પશુ પંખીઓના આશરો તો ખરા જ
કેટલીય પેઢીઓના માળા એ સૌમાં ગુંથાયા હતા
વિખાયાં હતા અને ફરી ગુંથાયા હતા
પણ આજે એ ઘરડામાં ઘરડો લીમડો બહુજ વ્યાકુળ હતો.
એના ત્રણ કુટુંબીજનો ને તો સત્તાધારીઓએ ધરાશાયી કરી દીધા હતા.
ઝેરી ધુમાડા કાઢતા મોટ્ટા મોટ્ટા ખટારાઓના મારગમાં હતા એ.
મૌતનો એને ખોફ ન હતો. પણ એ પ્રાર્થના કરતો હતો.
હજુ બચી ગયેલા એના યુવાન કુટુંબીજનોના જીવન માટે.
ધીમ ધીકતા તાપમાં વટેમાર્ગુઓની ચામડી શેકાઈ રહી હતી.
એની આંખો એમની પીડાથી ભીંજાઈ રહી હતી.
બચી ગયેલા લીમડાઓ ઉપર ઈંડાઓથી ભરેલા માળાઓ પર એની નજર હતી.
એની આંખો દડદડી રહી હતી.
અરેરે! શું થશે નવી પેઢીનું ? એના હૈયામાંથી હાય નીકળતી હતી
પ્રકૃતિનું પાલન સત્તાધારીઓના કાયદામાં સરખું લખાયું છે કે નહિ?
એનો જવાબ મળે તે પહેલાં તો એની ડાળીઓ પર કુહાડીઓ વિંઝાઈ રહી હતી.
આસપાસ ભેગી થયેલી બાળકોની ટોળીની તાળીઓ એને સંભળાઈ રહી હતી.
નરી અણસમજને ?
એમને શી ખબર ઝેરી ધુમાડાને ગળી શ્વાસમાં પ્રાણ ભરતો વાયુ કોણ બનાવે છે?

ભરત શાહ

राज़े बेखुदी

कहो पयमानोसे आये न मेरे महबूबकी गली
नहीं चाहते जान जाए वो हमारा राज़े बेखुदी

Wednesday, March 16, 2011

વિત્યાં વર્ષો ક્યાં ખબર એ ના પડી
મળ્યા'તા કાલે જ એવું
લાગે મુજને સખી

સંભારણા સુખ દુ:ખ આંસુ અને હંસીના
સાથ સૌમાં તું હતી
ભાગ્ય સમજુ મારું સખી

પથ દામ્પત્યનો સરળ હંમેશ રહ્યો નહિ
ચુભ્યા કંટક વહ્યા રુધિર
પણ રહ્યા હૃદયથી એક સખી

નિશાની અમ પ્રણયની to be cont

ભરત શાહ

Sunday, March 6, 2011

મળવાનું થશે?

યાદ પણ નથી છેલ્લે ક્યારે તમને જોયા હતા. સામે આવી ઉભા રહો તો ઓળખું કે નહિ તે પણ ખબર નથી.
તો ય ન જાણે કેમ તમારું નામ હોઠો પર આવ્યા કરે છે. સ્મિતની એ લહેર નજર સમક્ષ લહેરાયા કરે છે.
જ્યારે પણ જુના મિત્રો-પરિચિતો મળે, વાતવાત માં તમારા નામનો ઉલ્લેખ થઇ જાય છે
તમે ક્યાં છો, કેમ છો, શું કરો છો એ જાણવાનું મન થઇ જાય છે.
ન સમજાય તેવા મારા લગાવને, સ્વભાવની વિચિત્રતા સમજી તેઓ ખડખડાટ હસી કાઢે છે.
પછી એમ પણ થાય કે આ ગાંડપણ એક તરફી જ છે કે તમારી મનોસ્થિતિ પણ મારા જેવી જ છે
કોઈક અધુરી વાંચેલી કે સાંભળેલી કહાણીમાં જાણે મન પરોવાયેલું રહી ગયો હોય એવો એહસાસ થયા કરે છે
છેલ્લા બે ત્રણ પ્રકરણ વગરની નવલકથા કદી તમે લાયબ્રેરીમાંથી ચેક આઉટ કરી છે?
મનમાં કેટલાયે સવાલો છે. અને કાલ્પનિક જવાબો છે.
ન કહી શકાયેલી વાતનો વીષાદ છે અને હવે કહેવાની વાતના સંવાદનો રીયાઝ છે.
નક્કી કર્યું છે. મળવાનું થશે તો એ સંવાદ તમને જરૂર સંભળાવીશ.
પછી એ માટે મારે ગમે તેટલી હિંમત એકઠી કરવી પડે.
મારા શબ્દો તમને ગમશે કે નહિ એ મને ખબર નથી કે એની ફિકર પણ નથી
એક વાત આટલા બધા વર્ષો પછી સમજાઈ છે
પરિણામની ફિકર કરવામાં તો જીવન આખું વીતી જાય
સાહસ વગર સફળતા જ નહિ, સંબધો પણ શક્ય નથી
ભરત શાહ

Friday, March 4, 2011

વાંધો નહિ

"હલો" ઘસઘસાટ ઊંઘમાંથી જાગી મેં સતત રણકતા ફોનનો જવાબ આપ્યો.
"અમથોજ ફોન કર્યો હતો. ઊંઘની ગોળી લેવાનું યાદ કરાવવા"
"વાંધો નહિ. આખી બાટલી લઇ લઈશ"


"ભગવાન કરે ને આવતા જન્મે તુ જ મારો વર થાય"
" શું વાત છે આજે, એકદમ?”
"તને જ માંડ માંડ પૂછડી હલાવતો કર્યો છે ત્યાં વળી…”


"બેબી એ પસંદ કરેલા છોકરા માટે મારી ચોખ્ખી ના છે"
"કેમ, સામેવાળાના કુટુંબમાં કંઈ ગરબડ છે?"
"એવું તો કઈ નથી….બેબી કહેતી હતી એ બિલકુલ તમારા જેવો છે"


તને પરણ્યા પછી કોઈ નિર્ણય જ લઇ શકાતો નથી.
કેમ, શું થયું?
ખબર નહિ. બહુજ ડર લાગે છે


ઝાડ કાપવાનો અનુભવ? છે ને સાહેબ...સહારામાં
એ તો રણ છે..
હોય જ ને સાહેબ, આપણું કામ એટલે ખ..લ્લા..સ


"અમદાવાદના બધા ડાક્ટર ગાયઝા છે" વાતમાં ને વાતમાં વાળંદે મને કહ્યું
"તો તું અહી શું જખ મારે છે?"
"પાર્ટ ટાઈમ જોબ"


"તમે કયા પક્ષેથી?" વાનગી થી ઠસોઠસ ભરેલી મારી થાળી પર આંખ અટકાવતા વડીલે મને પૂછ્યું.
"કન્યા પક્ષેથી, તમે ?" કોઈ પણ જાતના ખચકાટ વિના મેં સામો પ્રશ્ન પૂછ્યો.
"કન્યા નો બાપ છું હું ..."


"તારામાં અક્કલનો એક આંકડોય નથી."
"શું વાત છે, બિલકુલ મૌન, સામી એક દલીલ નહિ?"
"તારી સાથે લગ્ન કર્યા પછી એમાં કોઈ શંકા જ નથી"



"અમારે અમેરિકામાં ઘરમાં નોકર ના હોય"
"ઓહ માય , તો ઘરનું કામ?"
"હસબંડ હોય ને...."


લાંબી વાત ટૂંકમાં....ભરોસાની ભેંશે પાડો જણ્યો"
"એટલે શું?"
" એટલે કે તારો જન્મ થયો"


"કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા એવું તમારું કહેવું બહુ ગમ્યું, સર..."
"બહુ સરસ... ક્લાસને કહીશ કેમ?"
"જરૂર, બીજા કોઈ સર આટલી પ્રામાણિકતાથી આ વાત કબુલતાજ નથી"


"ભસતાં કુતરાં કરડે નહિ"
"એવું કોણે કહ્યું, કુતરાએ?"
"ના બળદ ... કોઈ ગધેડાએ"


લાંબી વાત ટૂંકમાં....ભરોસાની ભેંશે પાડો જણ્યો"
"એટલે શું?"
" એટલે કે તારો જન્મ થયો"

સંબધોની અનિશ્ચિતતા

રેતીમાં લખ્યા વગર નામ
સમજાય કેમ સંબધોની અનિશ્ચિતતા
અનિલની શીતલ લહેરી એકાએક વંટોળ થઇ જાય તો ?
સાગરની શાંત લહેરોમાં નિરંકુશ જુવાળ આવી જાય તો ?
નામ પર કોઈના પ્રબળ પગલાં નિશાન પાડી જાય તો ?