જન્મે તો બધાય સરખા હોય છે
મ્રુત્યુમાં એક્ને દાહ
તો બીજાને દરગાહ
મળતા હોય છે
સંત ક્યા બધાય સરખા હોય છે ?
બતાવે છે કોઈક રાહ
ઘંટ બીજા ગુમરાહ
કરતા હોય છે
પ્રેમમાં તો બધાય પડતા હોય છે
મળે છે કોઈકને ચાહ
મજ્નુ બીજા ઠંડી આહ
ભરતા હોય છે
મિત્રતો બધાયને મળતા હોય છે
દે કોઈક જ સાચી સલાહ
ખુશામદી ખોટી વાહ વાહ
કરતા હોય છે
ખુદા શું ધર્મથી મળતા હોય છે?
બંદા શાને કરે એ પરવાહ
નેકદિલે જીન્દગી નિરવાહ
કરતા હોય છે
ભરત શાહ
નોવાઈ, મિશીગન
Friday, July 3, 2009
Subscribe to:
Post Comments (Atom)
રસ્તા બધા ક્યાં એક સરખા હોય છે
ReplyDeleteમુસાફરીમાં એ જ તો ખરો રસ હોય છે:
તફાવત વગર જિંદગી નીરસ હોય છે ...