Sunday, June 28, 2009

નિર્ણય

શુષ્ક સ્તનો પર ભુખી નજર
વાત્સલ્યના ઝરણ
ખોજવા મથતા અશક્ત અધર
માંસ ચરબી વિહીન ગાલ પર
થીજી ગયેલ અશ્રુના થર

મોંઢાથી મોટી આંખોમાં બાળ પ્રશ્નો
અસંખ્ય, નહીં કોઈ ઉત્તર

માંડ શ્વસતી અકાળ વ્રુધ્ધ માના
શ્વાસ અધ્ધર
ભયભીત મૌન,
આંખના ગોખલે ઉંડી ઉતરેલી
લાચાર, અસહાય નજર

ડાક્ટર, ડાક્ટર!
સંભળાય છે
એક બીન અનુભવી સ્વયંસેવકનો
કાકલુદીભર્યો પીડીત સ્વર

ખબર છે, ખબર
છોડી દો એમને ઈશ્વર પર
મળે છે ઉત્તર
મ્હોં ફેરવ્યા વગર

નથી નિશ્ચિત જેઓનું મરણ
નીકળીએ તેમની તલાશ પર


ભરત શાહ
નોવાઈ, મિશીગન
જુન ૨૭, ૨૦૦૯

1 comment:

  1. બક્ષે છે આશિર્વાદો જેના કર
    કેમ આવો એ પક્ષપાતી ઇશ્વર?
    હશે એ નિર્દય પુર્વજન્મનું ચક્કર
    જે આપે નહીં તરણું પણ પથ્થર?

    ReplyDelete