Sunday, June 14, 2009

શોધુ છું

અંતરના ઉંડાણમાં ડુબકી મારી
હું શોધુ છું છીપલાં છુપાએલા છે જેમા
સંવેદનાના મોતી

ઘોર અંધકારમાં ડુબકી મારી હું શોધુ છું
એક છીદ્ર
પ્રવેશે છે જેમાથી જ્યોતિ

અસહ્ય ઘોંઘાટમાં ઘેરાઈ જઈ
હું શોધુ છું એક સરગમ
છેડે છે જે નરી શાંતિ

હું શોધુ છું, હું શોધુ છું, હું શોધુ છું
ખરું છે આ સ્વપ્ન,
મારી આંખ કેમ નથી ઉઘડતી?

ભરત શાહ
નોવાઈ, મીશીગન
જુન ૧૪, ૨૦૦૯

2 comments:

  1. "મારી આંખ કેમ નથી ઊઘડતી"માં મને બે અવાજ સંભળાય છે: આંખ ઊઘડે તો આ અસંતોષ નિપજાવતા સ્વપ્નમાંથી છુટકારો મળે, અને બીજું મારી બુદ્ધી કેમ સ્વીકારતી નથી કે આવા સ્વપ્નો દુર્પ્રાપ્ય હોય છે! ... ચંદ્રેશ ઠાકોર

    ReplyDelete
  2. પ્રેમ, કરુણા, શાંતિ, અંતરનો અજવાશ એ એક આદર્શ મનની અવિરત ખોજ છે. પણ જીવનની વાસ્તવિકતાના પરિબળોની સામે એક સામાન્ય માનવીના મનોબળનું શું ગજુ? સુષુપ્ત મનને એ ખોજના સ્વપ્નમાં જ રાચવામાં રસ છે.

    અભરાઈ પર ચઢાવેલા આદર્શોના અભરખાના અસંતોષ સાથે જીવવાને તો આખો દિવસ પડ્યો છે

    ReplyDelete