સંબંધોના તાંતણા કાચા
તાણી તોડી ગાંઠે બાંધવાના
ગઠરીના ભારના ઢાંચા
હાંફી થાકી માથે લાદવાના
વિષમયી કરી વાચા
વીના ટાણે, વીના જાણે
ન કહેવાનું કહી દેવાના
કોણ ખોટા કોણ સાચા
દ્વિધામાં એ આયખુ કાઢવાના
જિંદગીના ઘસાતા સાંચા
કદી કાયમ નથી ફરવાના
તૂટેલા તારના તાકા
વીના ગાંઠે ક્યારે સાંધવાના?
ભરત શાહ
નોવાઈ, મીશીગન
મે ૧૫, ૨૦૦૯
કોમન મેન (CM)
સ્મરણોને સાચવવાની ક્ષમતા મારામાં ક્યારે આવી?
ચોક્કસ સમયનો અંદાઝ નથી.
કેટલીક યાદ ધૂંધળી છે. કેટલીક અપૂર્ણ કે અસ્પષ્ટ. અને કેટલીક સ્પષ્ટ.
બનાવોનું આબેહુબ વર્ણન કરી શકું તો એની તારીખ ના આપી શકું.
ચોક્કસ તારીખ આપી શકું તો બનાવોની બધી વિગત ન આપી શકું.
કોઈપણ જાતના ઉચ્ચ ધ્યેય વગર આ જીવન વિતાવ્યું છે.
એ ધ્યેયહીન જીવનની કેટલીક વાતોમાં તમને ભાગીદાર બનાવીશ
એવા વિચાર પહેલા કદી આવ્યા ન હતા.
નહીં તો રોજનીશી કે ડાયરી રાખી હોત.
સામાન્ય માણસ છું.
મારી, પત્નીની કે મારા બાળકોની જવાબદારી લેવામાં પણ અસમર્થ રહીશ
એવા મતના ભયને હૃદયમાં ઊંડે ઊંડે ભરી " હા હું એટલું તો કરીશ જ"
એ જુસ્સા અને ધ્યેય સાથે જીવન જીવ્યો છું.
ઈશ્વરમાં શ્રદ્ધા રાખી જે કઈ કરી શક્યો છું તેનો સંતોષ છે.
બીજાના મંતવ્ય કે અભિપ્રાય પહેલાં નિરાશ કરતા. દુ:ખી કરતા.
નિરાશા અને દુ:ખની માત્રા હવે ઓછી થઇ છે સમુળગી નિર્મૂળ થઇ નથી.

No comments:
Post a Comment