Friday, May 9, 2014

વસંત

વસમો લાગે મને વસંત,
વસમો લાગે મને વસંત

કળી કુંપણનું બાળપણ, ને કામણ કુસુમ કેરાં
વેરાયા ધરતી આંચળ.
ને વિરહ આંગણે મારાં...........વસમો લાગે મને વસંત

કુહુંકુહું કોયલની સરગમ, સૂર સમીર મધુરાં
પંખી ગાયે ડાળડાળ
ને ગીત અધૂરાં મારાં...........વસમો લાગે મને વસંત

કેસુડાના રંગની રમઝટ, ગાલે લાલ ગુલાલાં
જાણે શું દેવર નણંદ?
વીણ સાજણ કાળજ કોરાં........વસમો લાગે મને વસંત

ફાગણ આયો ફાગણ લાયો નવી નવેલી આશા
દેશ સીધાવે સાજણ મારાં
નેણ કરું કજરારા.................વસમો લાગે મને વસંત
- ભરત શાહ

No comments:

Post a Comment