Saturday, September 14, 2013

વિશ્વાસ

શ્વાસ છે
તો જીવન છે
વિના શ્વાસ મૃત્યુ
શ્વાસથી પણ વિશેષ વિશ્વાસ
વિના વિશ્વાસ
???????????

Tuesday, September 10, 2013

 નથી હું ફક્ત ઈંટ ને ચૂનાની ઈમારત
છું ઈતિહાસ, મૂડી અણમોલ અમાનત

ઉભી છું અડીખમ તળે ખુદાની હિફાઝત
કરતી હર મજહબમાં સદીથી ઈબાદત

આવ્યા અહીં કૈઈ કેટલાય સેવાની દાનત
ગયા થૈ શરણ માટીપગું, ખુરશીની તાકત

હો શાશન ગોરું, કે દેશી સાહેબની રિયાસત
રહી મારી વફા ગોધરાને વિના કો' બગાવત

નાચી છું આનંદે નિહાળી સહુને સલામત
મળતા ગળે એકમેકને વિના કો' અદાવત

રડી છું નિહાળી નગરને ખૂણે એક દાવત
ને બીજે, ભૂખ્યા બાળકની લાચાર હાલત

બદલાયો સમય, બદલવાની છે આદત
મતભેદ પુરાણાની કરવાની છે શહાદત  
-ભરત શાહ