
મમ્મીનો તું થવાનો બહુ વ્હાલો વ્હાલો
ડેડીને વારેઘડી પૂછવાનો સેંકડો સવાલો
પકવવાનો માથું દાદાનું બોડું, કરી ધમાલો
ને દાદીમાની પાસે થવાનો કાલો કાલો
માસી આગળ પાડવાનો મોટી મોટી રાડો
કહે જો રોહનીઓ અમારો છે કેવો જાડો પાડો
ચઢાવી મ્હોઢું બેસવાનો ખૂણે થઈને આડો
ના બોલાવે કોઈ તો પાછો જોવાનો થઈ બાડો
જઈ ફોઈ ની ધેર અહી તહી અડવાનો
પકડે કાન ફોઈ તો વિના આંસુ રડવાનો
લઈ લાકડી ફુવો ફોઈને એવો તો લડવાનો
કે ઢોન્ગીલો રોહન ખડ ખડ હસી પડવાનો
મામા ને ઘેર તો રોજ રોજ જવાનો
લેવાને મારો બેટો પાવલી કે એક આનો
મામીના છણકાથી નાં જરાયે ડરવાનો
લાવી લખોટીઓ, મામી સામે રમવાનો
થઈ મધ મીઠડો મામીનું મન હરવાનો
હસીને ફસાવી, મામીને વ્હાલે વળગવાનો
to be continued