આજકાલ ભારતમાં કોઈ પણ યુવાન ફીલ્મનો ડાયલોગ મારી ગર્વથી નહીં કહી શકે કે મારી બહેન તો ગંગાથીય પવિત્ર છે. સદિયોથી ભારતમાનસમાં સ્થાપિત થયેલ એ વિધાનને પ્રસ્થાપિત કરવા ભારતના યુવાનોએ પહેલાંતો ગંગાની અપવિત્રતાના કારણોને જડમૂળ થી નાબુદ કરવા પડશે.જગતની નદીઓ,જેને માનો દર્રજો મળ્યો નથી,એમને પણ પ્રદુષણ મુક્ત કરવાની હિલચાલે છેલ્લા કેટલાક વર્ષોથી વેગ પકડ્યો છે.
આપણી તો ગંગા માં છે. કે પછી ઘરડી માના અંતિમ સંસ્કાર કાશીમાં કરવા,ડાઘુઓની જેમ એના આખરી શ્વાસની રાહ તાકી, આપણે માથે હાથ ટેકવીને તો નથી બેઠાને?
Sunday, June 6, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment