Friday, September 11, 2009

એકલી ડોશી


પવનના સપાટે કદીક
આ હીંચકો ઝુલે.
છત પર જડેલાં કડાં,
કીચુડ, કીચુડ, કીચુડ કરે.
મન મારું બિચારું ત્યારે
નિરાંત અનુભવે.

સુનું થઈ ગયેલ આંગણ મારું,
ભર્યું ભાદર્યું ફરી લાગે.

કહેતા બાપુ તારા
કચકચ ન કર, કચકચ ન કર.
ભરાશે કડાંઓમાં તેલ કાલે.

ભરાશે કડાંઓમાં તેલ કાલે.
ભલે ને ઝુલે, ઝુલે આજે
જવાનો છે કાલે એ પરદેશે.

એ તો ગયા,
ગઈ, કાલ એમની સાથે
તું ય ક્યાં પાછો આવે છે?

આ પવન પણ અવળચન્ડો છે.

ભરત શાહ
નોવાઈ, મીશીગન

3 comments:

  1. ભરતભાઇ: કડાના કિચુડ-કિચુડ અવાજમાં પણ કુટુંબકિલ્લોલનો અણસાર સાંભળી સંતોષ માણવો એ સંજોગવસાત્ કેળવાયેલી પરિપક્વતા છે એટલી જ વૃધત્વની કરુણતા પણ છે. સાવ સાદાસીધા શબ્દોમાં બન્ને ભાવ તમે અસરકારકતાથી ઝડપ્યા છે. અભિનંદન. "તું પણ ક્યાં પાછો આવે છે" એ શબ્દોમાં મારા-તમારા જેવા હઝારો દીકરાઓનું દોષિતપણું છતું થાય છે! ... ચંદ્રેશ

    ReplyDelete
  2. Bharatbhai,
    I, sohini, really like this "Akli Doshi but i still do not know how to write in Gujarati but I will learn definate.
    Sohini shah

    ReplyDelete