બધું વેચાય છે, અહીં અન્ના
બધું મળે છે, અહીં બાબા
જાઓ કાશી કે કાબા
દુકાને ગુટકાની કે ધાબા
મોટા મોટા મોલમાં
લોકસભા કે પંચાયત હોલમાં
ફળિયા કે પોળમાં
ઠેર ઠેર, ડોલમાં કે ઢોલમાં
ઢોલની પોલમાં
વેચાય છે
સુવિચારોની કિતાબો
ખુરશી ને ખિતાબો
નાથીયા ને નવાબો
સવાલો પહેલાં જવાબો
ગુરુજી ને ગબાઓ
નારી ને નકાબો...
તમારા શા ભાવ છે?
અન્ના.. બાબા
- ભરત શાહ