સફરમાં તું સાથે હોયે ન તોયે, સંગાથ તારો હોય છે
મારા હર એક પગલાની પાછળ, હાથ તારો હોય છે
નજરમાં ન હોયે ક્યાંય તોયે એહસાસ તારો હોય છે
નહિ દૂર, નિજ ઉર મહી હરદમ આવાસ તારો હોય છે
સ્મરણમાં આવતાં આંસુઓમાં આસ્વાદ તારો હોય છે
વિરહની વ્યથા, પીડામાંયે મધુર પ્રસાદ તારો હોય છે
અગર ના મળે જીવનમાં, મરણમાં વિશ્વાસ તારો હોય છે
તુજ નામથી નીસરતો, આખરી ઉચ્છવાસ તારો હોય છે
ભરત શાહ
Saturday, April 24, 2010
Subscribe to:
Posts (Atom)